બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / person could get home loan without itr filing and salary slip

કામની વાત / No Salary, ના IT રિટર્ન, છતાંય ઝટથી મળી જશે હોમ લોન, બસ કરવું પડશે આ કામ

Bijal Vyas

Last Updated: 08:26 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરોડો લોકો છે જેમની પાસે નોકરી નથી અને તેઓ ઇનકમ ટેક્સ પણ ભરતા નથી. આવી સ્થિતિમાં, જો આ લોકોને બેંક પાસેથી હોમ લોન જોઈએ છે, તો તેઓએ શું કરવું જોઈએ?

  • જે લોકો ઇનકમ ટેક્સ  રિટર્ન ફાઈલ કરે છે તેમને સરળતાથી લોન મળી જાય છે
  • ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ ના કરે તેમણે પણ મળી શકે છે હોમ લોન 
  • બેંક અથવા NBFC હંમેશા દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિને જોઈને લોન આપે છે

Home Loan without Salary Slip: દેશમાં એવા કરોડો લોકો છે જેમની પાસે નોકરી નથી અને તેઓ ઇનકમ ટેક્સપણ ભરતા નથી. આવી સ્થિતિમાં, જો આ લોકોને બેંક પાસેથી હોમ લોન જોઈએ છે, તો તેઓએ શું કરવું જોઈએ? મોટાભાગના લોકો માને છે કે બેંક આવા અરજદારને લોન આપતી નથી, પરંતુ તે ખોટું છે, તેમને પણ લોન મળે છે. થોડી પ્રક્રિયા અલગ છે, આવો જાણીએ.

દરેક વ્યક્તિ ઘર બનાવવા કે ખરીદવા માટે બેંકમાંથી લોન લે છે. જે લોકો નોકરી કરે છે અને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તેમને સરળતાથી લોન મળી જાય છે, પરંતુ જે લોકો પાસે નોકરી નથી અને ITR પણ નથી ભરતા તેમને લોન લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રિફન્ડ મેળવવા માત્ર IT રિટર્ન ભર્યું ને કામ પૂરું! એવું નહીં, આ કાર્ય પણ છે  એટલું જ જરૂરી, જાણો શું income tax return verification what happens if itr  is not verified

ઘણા લોકો એવું વિચારે છે કે લોન ફક્ત તે જ લોકોને મળે છે જેઓ નોકરી કરે છે અને જેઓ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે, પરંતુ એવું નથી. જે લોકો ITR ફાઇલ નથી કરતા તેઓ પણ હોમ લોન મેળવી શકે છે. વાસ્તવમાં બેંક અરજદારની આવક જાણવા માટે ITRની માહિતી લે છે.

દેશમાં એવા ઘણા લોકો છે જે નાનો વેપાર કરે છે અથવા અન્ય કામ કરે છે, જેમનો પગાર અથવા ઇનકમ ટેક્સ સ્લેબમાં આવતી નથી, તેથી તેઓ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા નથી. આવા લોકોને હોમ લોન પણ મળે છે, બસ આ માટે એક પ્રક્રિયાને ફોલો કરવી પડે છે.

બેંક અથવા NBFC (Non-bank financial institution)ની પાસે લોન માટે અરજી કરતી વખતે, તમે પગાર સ્લિપ સિવાયના વૈકલ્પિક આવક પ્રમાણપત્રો બતાવી શકો છો. તેમાં ITR, આવક પ્રમાણપત્ર, તમારા વ્યવસાયની ખાતાની વિગતો વગેરેનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો દ્વારા, બેંક તમારી આવક અને લોનની રકમ ચૂકવવાની ક્ષમતા તપાસે છે.

હોમ લોન' લેતા પહેલાં આ 5 બાબતો અવશ્ય નોટ કરી લો, નહીં તો ભરવી પડશે વધારે  EMI home loan emi tips for first time home buyers

બેંક અથવા NBFC હંમેશા દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિને જોઈને લોન આપે છે જેથી તેને પાછળથી ચૂકવણી કરવામાં કોઈ સમસ્યા ન આવે.

જે લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરતા તેઓ સીધા બેંકમાં લોન માટે અરજી કરી શકે છે. આધાર કાર્ડ અને પાન કાર્ડ ઉપરાંત, બેંક ગ્રાહકો પાસેથી બેંક ખાતાની વિગતો પણ માંગી શકે છે, જેમાં તમારી આવક અને વ્યવહારોની વિગતો હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બેંક આવકના આધારે જ લોન મંજૂર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ