બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Pegasus Probe: SC Committee Asks Citizens Spied Upon By Pegasus To Contact Them By Jan 7

પેગાસસ / ફોન હેકિંગની શંકા હોય તો આ કામ કરજો, પેગાસસ જાસૂસીકાંડની સુપ્રીમની કમિટીની લોકોને મહત્વની અપીલ

Hiralal

Last Updated: 06:08 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાનો ફોન હેક થયો છે એવું જો કોઈને લાગતું હોય તો તેઓ 7 જાન્યુઆરી સુધીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત કમિટીને જાણ કરી શકે છે તેવું પેગાસસ કમિટીએ જણાવ્યું છે.

  • પેગાસસ જાસૂસીકાંડને લઈને સુપ્રીમની કમિટિની મહત્વની જાહેરાત
  • ફોન હેકિંગની જેમને શંકા હોય તેઓ કમિટીને જણાવે
  • 7 જાન્યુઆરી સુધીમાં કમિટીનો સંપર્ક સાધો-કમિટી 

પેગાસસ જાસૂસીની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત કમિટીએ એવા લોકો પાસેથી જાણકારી માગી છે કે જેમને એવી શંકા હોય કે તેમનો ફોન હેક થયો છે. કમિટીએ એક જાહેર નોટીસમાં કહ્યું કે જો કોઈને લાગતુ હોય તો પેગાસસ જાસૂસી દ્વારા તેમનો ફોન હેક થયો છે તેવું લાગતું હોય તો આવા લોકો 7 જાન્યુઆરી સુધીમાં કમિટીનો સંપર્ક સાધી શકે છે. કમિટીએ આવા લોકોની ફોનની તપાસ કરવાની તૈયારી દર્શાવી છે. 

કમિટીએ લોકોને કરી આ અપીલ
- ફોન હેકિંગની શંકા હોય તો કમિટીની જાણ કરશો
- 7 જાન્યુઆરી સુધી જણાવો
- કમિટી ફોનની તપાસ કરવા તૈયાર 

શું છે મામલો
ભારતમાં 142 કરતા પણ વધારે લોકોની ઈઝરાઈલી જાસૂસી સોફ્ટ્વવેર પેગાસસ દ્વારા જાસૂસી કરાઈ હતી. રિપોર્ટમં એવું પણ જણાવાયું હતું કે એમનેસ્ટી ઈન્ટરનેશનલની સિક્યુરીટી લેબ દ્વારા કેટલાક સેલફોનની ફોરેન્સિક તપાસમાં સુરક્ષામાં ગાબડુ પડ્યું હોવાની પુષ્ટિ થઈ હતી જે લોકોને કથિત રીતે જાસૂસી થઈ હતી તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, બે કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ ચૂંટણી કમિશનર, સુપ્રીમ કોર્ટના બે રજિસ્ટાર, એક જજ, એક પૂર્વ એટર્ની જનરલ તથા 40 પત્રકારો સામેલ હતા. પેગાસસના માલિક એનએસઓ ગ્રુપે કહ્યું હતું કે તે ફક્ત સરકારો અને સરકારી એજન્સીઓ સાથે વ્યવસાય કરે છે. આ મામલે સંસદમાં સરકાર દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. જોકે સંસદના કોઈ ગૃહમાં આ મામલે ચર્ચા થઈ ન હતી, ત્યારબાદ વિપક્ષે ખૂબ હોબાળો મચાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ