બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Patan teacher rips student's eardrums, sends goons to threaten, accused of victimization

કાર્યવાહી ક્યાં? / પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીના કાનનો પડદો તોડી નાખ્યો, ગુંડાઓને મોકલી ધમકી આપી, ભોગ બનનારના સણસણતા આરોપ

Vishal Khamar

Last Updated: 08:00 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં PPG એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારતા વિદ્યાર્થીનો કાનનો પડદો તૂટી ગયો હતો. ત્યારે આ મામલે વિદ્યાર્થીની માતાએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • પાટણમાં PPG એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના વિદ્યાર્થીને માર્યો માર
  • શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા કાનનો પડદો તૂટી ગયાનો આક્ષેપ
  • વિદ્યાર્થીના માતાએ શિક્ષક સામે નોંધાવી ફરિયાદ

 પાટણમાં PPG  એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીને શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા કાનનો પડદો તૂટી ગયો હતો. શાળાનાં શિક્ષક પરેશ ડી. ઠક્કરે ધો. 12 નાં દેવાંશ સોનીને લાફો માર્યો હતો. વિદ્યાર્થીની માતાએ શિક્ષક સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ બાબતે ભોગ બનનાર વિદ્યાર્થીનાં પરિવાર દ્વારા આક્ષેપો કર્યા છે કે શાળા અને શિક્ષક અમને ધમકીઓ અપાઈ રહી છે. ગુંડાઓને મોકલી અમને ધમકી આપવામાં આવે છે. કાયદેસરની કાર્યવાહિ ન કરવા માટે દબાણ કરવામાં આવે છે. સમગ્ર ઘટનાનાં CCTV  હોવા છતાં શાળા આપી રહી નથી. શાળા સામે પોલીસની કાર્યવાહિ શંકાસ્પદ હોવોનો પરિવારે આક્ષેપ કર્યો છે. 

રફનોટમાં લખવા બાબતે શિક્ષકે વિદ્યાર્થીને બે થપ્પડ માર્યા
આ બાબતે વિદ્યાર્થીનાં માતા સોની શીતલબેને જણાવ્યું હતું કે,   મારો બાબો એતક્સપરીમેન્ટલ સ્કૂલમાં ધો. 12 માં ભણે છે.  જ્યારે શુક્રવારે સ્કૂલ ગયો ત્યારે તે રફ નોટમાં લખતો હતો. તે દરમ્યાન આંકડાશાસ્ત્રનાં જે સાહેબ છે પરેશ ડી. ઠક્કર એ સરે તેને એમ કીધુ કે તું કેમ રફનોટમાં લખે છે.  તેમ કહેતા મારા બાબાએ કહેલ કે મારા પપ્પા સમાજનાં ચોપડા લાવવાનાં છે. તેમાં હુ ઘરે જઈને લખી નાંખીશ. તો આ બાબતને લઈને સરે તેને બે થપ્પડ કાન ઉપર મારી દીધી જેનાં કારણે ત્યાં જ તેને કાનમાંથી પાણી આવવા લાગ્યું હતું.  તેમજ દુઃખાવો થવા લાગ્યો હતો.  જે બાદ ઘરે આવી મને સઘળી હકીકત જણાવી તેમજ કાનમાંથી હવા જાય છે અને દુઃખાવો પણ થાય છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ