બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / patan Patidars openly entered the field in support of Congress

લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને ઉતર્યા પાટીદારો, કહ્યું 'લોકસભામાં અમે ચંદનજીને મોકલી...', જુઓ Viral Video

Ajit Jadeja

Last Updated: 03:27 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ઘરે યોજાયેલી સભામાં ચૂંટણીપંચની ગાઈડલાઈનની ઐસીતૈસી થઈ

 

પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ઘરે યોજાયેલી સભામાં ચૂંટણીપંચની ગાઈડલાઈનની ઐસીતૈસી થઈ હતી. ધર્મ અને આસ્થાના નામે મત માગી શકાતા નથી પરંતુ ચંદનજીના ઘરે યોજાયેલી એક સભામાં પાટીદારોને માં-ઊમા ખોડલના સોગંદ લેવડાવીને ભાજપને મત નહી આપવા હાકલ થઈ. ચંદનજીના ઘરે થયેલી સભાનો એક વીડિયો આવ્યો છે જેમાં પાટીદારોને ચંદનજીના પક્ષે મત કરવા માટે હાકલ કરવામાં આવી રહી છે. મિટિંગ ચંદનજીના ઘરે જ થઈ હતી પરંતુ વીડિયોમાં ચંદનજી દેખાતા નથી. મોટેભાગે કોંગ્રેસમાં રહેલા અને કોંગ્રેસ સમર્થક  પાટીદારોની મિટિંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચંદનજી પોતે એક વેપારી છે અને એમને તમામ વર્ગો સાથે અંગત સંબંધો હોવાનો પણ પોતે દાવો કરી રહ્યાં છે. આ મિટિંગનો હેતુ ચંદનજીની તરફેણ સિવાય શું હતો તે મહત્વનું છે. મિટિંગમાં વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી પાંચ વર્ષ દરમિયાન દેખાયા ન હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ