બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / passengers special trains know total collection shramik special

વિશેષ / વિશેષ ટ્રેન માટે ધડાધડ બુકિંગ ચાલુ, ગણતરીના કલાકોમાં આટલા કરોડ રૂપિયાની ટિકિટ બુક

Juhi

Last Updated: 06:57 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ તો લૉકડાઉન 17 મે સુધી લાગૂ છે પરંતુ ભારતીય રેલ્વેએ આજથી એટલે કે 12 મેથી વિશેષ ટ્રેનો માટે હરી ઝંડી બતાવી દીધી છે અને આ માટે ટિકિટ બુકિંગ પણ શરૂ થઇ ગયુ છે.

ભારતીય રેલ્વે અનુસાર, વિશેષ ટ્રેનો માટે 80 હજારથી વધારે યાત્રીઓએ ટિકિટ બુક કરી છે. આ અનુસાર, 16.15 કરોડ રૂપિયાની 45000 થી વધુ ટિકિટ બુક કરવામાં આવી છે. રેલવેએ દિલ્હીથી મધ્યપ્રદેશના બિલાસપુર માટે પહેલી ટ્રેન રવાના થયાના થોડા કલાક પહેલા આ માહિતી આપી હતી. 

82,317 લોકો મુસાફરી કરશે 

રેલવેએ જણાવ્યું કે, અત્યાર સુધી આગામી સાત દિવસ માટે 16.15 કરોડ રૂપિયાનું 45,533 બુકિંગ થયું છે. આ ટિકિટ પર લગભગ 82,317 લોકો મુસાફરી કરશે. રેલવેએ સોમવારે 15 વિશેષ ટ્રેન માટે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા, જે લાગુ થઈ ચુક્યા છે. જેના પ્રમાણે યાત્રિઓને તેમનું ભોજન અને ચાદર લાવવા માટે કહેવાયું છે અને સ્વાસ્થ્યની તપાસ માટે ટ્રેનના રવાના થયા ના લગભગ 90 મિનિટ પહેલા આવવા માટે કહેવાયું છે. આ યાત્રિઓ માટે ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવી પણ ફરજિયાત હશે. 

કેટલા શહેરો માટે 

આ રેલવે નવી દિલ્હી અને દેશના તમામ મુખ્ય શહેર દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગામ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી વચ્ચે દોડશે. મંગળવારે 12 મેના રોજ આઠમાંથી ત્રણ રેલવે નવી દિલ્હીથી રવાના થઈ રહી છે, જે દિબ્રૂગઢ, બેંગલુરુ અને બિલાસપુર પહોંચશે. હાવડા, રાજેન્દ્ર નગર, બેંગલુરુ, મુંબઈ મધ્ય અને અમદાવાદથી એક એક રેલવને રવાના થશે અને દિલ્હી પહોંચશે.

રેલવેમાં ટીટીઈને કોઈની ટિકિટ બનાવવાની મંજૂરી નહીં હોય. ભારતીય રેલવેએ ટિકિટ રદ કરાવવાનો પણ વિકલ્પ આપ્યો છે. આ સંબંધમાં તેમનું કહેવું છે કે યાત્રીઓ રેલવેના પ્રસ્થાનના 24 કલાક પહેલા જ ટિકિટ રદ કરાવી શકે છે. પણ ટિકિટ રદ થશે તો 50 ટકા રકમ જ પાછી મળશે.

શ્રમિક સ્પેશ્યલમાં 6.48 લાખ પેસેન્જર્સે મુસાફરી કરી 

રેલવેના જણાવ્યા પ્રમાણે, મજૂરો માટે 12 મે સુધી 542 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે. દેશભરમાં આ દરમિયાન 6.48 લાખ પેસેન્જર્સે આ ટ્રેનથી મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન પેસેન્જર્સની મફતમાં ભોજન અને પાણી આપવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ