બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Parents left private school and started taking admission in Government school in Navsari

કાયાપલટ / 'સરકારી'ની વ્યાખ્યા બદલાઈ, નવસારીની ગર્વમેન્ટ સ્કૂલમાં એડમિશન લેવા વાલીઓની પડાપડી, સુવિધાઓ પણ ચકાચક

Vishnu

Last Updated: 11:57 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણ એ આજના જમાનાની માગ બની ગઈ છે. પણ શિક્ષણ એટલું મોંઘુ થઈ ગયું છે કે સામાન્ય પરિવારને પોસાય તેમ નથી. અને વળી સરકારી શાળામાં કોઈને પોતાનું સંતાન મુકવું નથી. પણ હવે..

  • 'સરકારી'ની વ્યાખ્યા બદલાઈ
  • નવસારીની શાળામાં એડમિશન લેવા પડાપડી
  • ખાનગી શાળાને ટક્કર મારતી સરકારી શાળા

આ દ્રશ્ય જોઈને તમને એમ લાગશે કે તમે કોઈ ખાનગી શાળામાં પ્રવેશ્યા છો.. પણ એવું જરાય નથી.. પ્રાઈવેટ શાળાને પણ પાછળ મુકે તેવી આ છે નવસારી નગરપાલકિા સંચાલિત પ્રાથમકિ શાળા.. શિક્ષણ ક્ષેત્રમાં હાલ દેખાદેખી ચાલી રહી છે. દરેક વાલી પોતાના બાળકને પ્રાઈવેટ શાળામાં મુકવા દોટ લગાવી રહ્યા છે. પણ વાલીઓને એ ખબર નથી કે તેમને અભ્યાસ કરાવનારા શિક્ષકે કેટલો અભ્યાસ કર્યો છે. શિક્ષકને કેટલો અનુભવ છે.સાથે જ ખાનગી શાળામાં મસમોટી ફી પણ ભરે છે. પણ નવસારીમાં સરકારી શાળા પ્રત્યે લોકો આકર્ષાઈ રહ્યા છે અનેક વાલીઓએ ખાનગી શાળામાંથી એડમિશન પણ પાછા ખેંચ્યા છે.   

કોરોનાએ તોડી આર્થિક કમર, સરકારી શાળામાં એડમિશન માટે પડાપડી 
કોરોનાએ એક તરફ લોકોની આર્થિક કમર તોડી દીધી છે. તેવામાં હવે હજારો વાલીઓને મસમોટી ફી ભરવી પોસાઈ નથી રહી. આ કારણોસર પણ સરકારી શાળામાં એડમિશન માટે પડાપડી થઈ રહી છે. નવસારી નપાએ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરી છે જેથી એડમિશન એટલા થયા કે શાળામાં ફુલ સંખ્યા થઈ ગઈ.   

1957 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો 
નવસારી શહેર અને જિલ્લાની ખાનગી શાળાને છોડીને ત્રણ વર્ષમાં જિલ્લા પંચાયત અને નગર પ્રાથમકિ શાલામાં 1957 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ ચીખલી તાલુકામાં 999 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું.. ગત 3 વર્ષમાં નવસારીની ગણેશ સિસોદ્રા ગામની કૅમાર શાળામાં 57 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે.   અહીં અનુભવી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, અત્યાધુનકિ ક્લાસરુમ ઉભા કરવામાં આવ્યા છે. જે ખાનગી શાળાના ભણતરને પણ પાછળ છોડે તેવું છે.. 

શાળામાં ચકાચક સુવિધા
હવે સરકારી શાળામાં આધુનકિ ટેકનોલોજી જેવી કે ડિજિટલ બુક, પ્રોજેક્ટર, પ્રયોગશાળા, લાયબ્રેરી, કમ્પ્યુટર, લેબ, સહિતની સુવિધાઓ મળતી થઈ છે. સાથે જ ઈત્તર પ્રવતિની સાથે બાહ્ય પરીક્ષાઓ, રમતગમતના સાધનો, સ્પર્ધામાં ભાગ લેવડાવાય છે. જેનાથી બાળકનો સર્વાંગી વકિાસ થાય છે.. એટલે કે મજબૂરી અને દેખાદેખીમાં જે વાલી ખાનગી શાળામાં પ્રવેશ લેતા હતા તે સરકારી શાળા તરફ વળ્યા છે. હવે વાલીઓ દેખાદેખી નહીં પણ સમજદારીથી કામ લઈ રહ્યા છે   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ