બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / Papaya controls everything from weight loss to diabetes, but these people should not eat it by mistake

હેલ્થ ટિપ્સ / વેઇટ લોસથી લઈને ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે પપૈયું પણ આ લોકોએ ભૂલથી પણ ન ખાવું, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Megha

Last Updated: 04:35 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેઇટ લોસ કરવાનું વિચારતા હો કે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવાનું, હંમેશાં પપૈયું ખાવાની સલાહ આપવામાં આવે છે. છતાં કેટલાક લોકોએ પપૈયું ન ખાવું જોઇએ. જાણો

  • કોઇ પણ રોગના દર્દીને પપૈયું ખાવાનું કહેવાય છે
  • કેટલાક લોકોએ પપૈયું ન ખાવું જોઇએ
  • પપૈયું પણ હેલ્થને નુકસાન કરી શકે છે

કોઇ પણ રોગના દર્દીને પપૈયું ખાવાનું કહેવાય છે. પપૈયું એક નિર્દોષ ફ્રૂટ તરીકે જાણીતું છે કેમકે તેમાં શુગરનું પ્રમાણ પણ નહીંવત હોય છે અને તે ફાઇબરથી ભરપુર હોય છે.આરોગ્ય માટે વરદાન ગણાતાં પપૈયામાં વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ફાઇબર, નિયાસિન, મેગ્નેશિયમ જેવાં અનેક પોષક તત્ત્વ મળી આવે છે. તેમાં રહેલાં એન્ટીઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તે કેન્સરના જીવલેણ રોગના જોખમને ઘટાડે છે. આરોગ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતાં કેટલાક લોકોએ પપૈયું ન ખાવું જોઇએ. તો જાણો કોણે પપૈયાથી દૂર રહેવું જોઇએ.

ગર્ભવતી મહિલા
મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઇએ. પપૈયામાં રહેલા લેટેક્સ ગર્ભાશયના સંકુચનનું કારણ બની શકે છે. તેના કારણે ગર્ભપાત, પ્રસવ દર્દ, શિશુમાં અનેક સમસ્યા થઇ શકે છે.

હાઇપોગ્લાઇસીમિયા રોગી
ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયું ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જે લોકોનું શુગર લેવલ પહેલેથી જ ઓછું છે અને જે હાઇપોગ્લાઇસીમિયાની સમસ્યાથી પીડાય છે, એવા લોકોએ પપૈયાનું સેવન ડોક્ટરને પૂછ્યા વગર ન કરવું જોઇએ. તે ગ્લુકોઝના સ્તરને ઘટાડે છે.

કિડનીમાં પથરી
પપૈયામાં વિટામિન સી વધુ હોવાના કારણે કે એક એન્ટીઓક્સિડન્ટ રિચ ફ્રૂટ છે. જો તમે પપૈયાનું સેવન વધુ માત્રામાં કરતા હો તો કિડનીમાં રહેલી પથરીની સમસ્યા વધી શકે છે. પપૈયાનાં વધુ સેવનથી કેલ્શિયમ ઓક્સલેટની સ્થિતિ ઉત્પન થઇને વ્યક્તિની કિડનીમાં સ્ટોન મોટો થઇ શકે છે.

દવા સાથે ન ખાવું
પપૈયું કેટલીક ખાસ દવાઓ સાથે ન લેવું જોઇએ. પપૈયામાં રહેલાં કેટલાંક તત્ત્વ શરીરમાં પ્રતિક્રિયા કરીને લોહીને પાતળું કરી શકે છે. આ કારણે શરીરમાં બ્લીડિંગની સમસ્યા ઊભી થઇ શકે છે. આવા સંજોગોમાં પપૈયું દવા સાથે ન લેવું જોઇએ.

અનિયંત્રિત હાર્ટબીટ
પપૈયામાં સાઇનોજેનિક ગ્લાઇકોસાઇડ હોય છે, જે એક પ્રકારનું એમિનો એસિડ છે. તે તમારા પાચનતંત્રમાં હાઇડ્રોજન સાઇનાઇડનું ઉત્પાદન કરે છે. જે સામાન્ય રીતે આરોગ્યને નુકસાન કરી શકે છે. જો તમને ઇરેગ્યુલર હાર્ટબીટની સમસ્યા છે તો તે તમારા માટે ખતરો ઊભો કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ