બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / 'Palestine does not understand Ukraine', Lebanon's organization Hezbollah's open threat to America

Israel Hamas War / 'પેલેસ્ટાઈનને યુક્રેન ન સમજતા', લેબનાનના સંગઠન હિઝબુલ્લાહની અમેરિકાને ખુલ્લી ધમકી

Priyakant

Last Updated: 08:57 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Update News: લેબનાન સંગઠન હિઝબુલ્લાહે અમેરિકાને પણ ધમકી આપી અને કહ્યું, જો અમેરિકા યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ કરશે તો તે મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કરશે

  • ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ
  • લેબનાન સંગઠન હિઝબુલ્લાએ અમેરિકાને ધમકી આપી 
  • અમેરિકા યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ કરશે તો મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ પર થશે હુમલો 

Israel Hamas War : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં મંગળવાર સુધી કુલ 1,665 લોકોના મોત થયા છે. ઈઝરાયેલમાં 900 લોકો માર્યા ગયા છે, જ્યારે 2300 લોકો ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીમાં 765 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. આ સિવાય ઈઝરાયેલની સેનાએ તેના વિસ્તારમાં 1500 આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે ઈઝરાયેલે તેના નાગરિકોની હત્યા અને તેની ધરતી પર આતંકવાદી હુમલાનો બદલો લેવાનું શરૂ કર્યું ત્યારે 20 લાખની વસ્તી અને મુંબઈની અડધી જમીન ધરાવતું ગાઝા ઈમારતોના કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું.

લેબનાન સંગઠન હિઝબુલ્લાએ અમેરિકાને ધમકી આપી 
ગાઝા પટ્ટીમાં અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે તે હમાસ અને હમાસને ટેકો આપતા આતંકવાદીઓના કારણે છે. જેમ કે હવે લેબનાન સંગઠન હિઝબુલ્લાહે અમેરિકાને પણ ધમકી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો અમેરિકા યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ કરશે તો તે મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કરશે. લેબનાન આતંકવાદી સંગઠને ધમકી આપી છે કે. પેલેસ્ટાઈનને યુક્રેન ન ગણવો જોઈએ. યુક્રેન 2022થી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. જોકે ગાઝા એટલું મોટું નથી કે તે ઇઝરાયલના બોમ્બ, શેલ અને રોકેટનો સામનો કરી શકે અને તેના સમર્થનમાં ઉભેલા વિશ્વના મોટા દેશો. પરંતુ હમાસના આતંકવાદીઓના હુમલાનો વીડિયો જોઈને તમને ખ્યાલ નહીં આવે કે આ વખતે હમાસે માત્ર ઈઝરાયલની સરહદ તોડી નથી પરંતુ બર્બરતાની પણ ઘણી હદ તોડી છે.

હિઝબુલ્લાએ હમાસને સમર્થન આપ્યું 
પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હિઝબુલ્લાએ પોતાને હમાસ સાથે ગણાવ્યા છે. હિઝબુલ્લાહ એક શિયા આતંકવાદી સંગઠન છે અને તે 1975 થી 1990 સુધી ચાલેલા લેબનોનમાં ગૃહ યુદ્ધમાં અસ્તિત્વમાં આવ્યું હતું. ઈરાન આ આતંકવાદી સંગઠનને પોતાનું સમર્થન અને આર્થિક મદદ આપે છે કારણ કે ઈરાન શિયા મુસ્લિમોનો દેશ છે.

એશ્કેલોન પર હુમલો 
આ સિવાય એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલે ગાઝા બોર્ડર પર પોતાનો કબજો સંપૂર્ણપણે પાછો ખેંચી લીધો છે. ગાઝામાંથી બહાર આવેલા હમાસના 1500થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. પરંતુ આતંકી સંગઠન હમાસ સાથે જોડાયેલ અબુ ઉબૈદા હજુ પણ ધમકી આપી રહ્યો છે. મંગળવારે તેણે ગાઝાથી માત્ર 10 થી 15 કિમી દૂર ઇઝરાયેલના એશકેલોનના રહેવાસીઓને ધમકી આપી હતી. કહેવામાં આવ્યું છે કે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલા બાદ આપણા લોકોએ ભાગવું પડશે તેથી એશકેલોનના લોકોએ પણ પોતાના ઘર છોડી દેવું જોઈએ, નહીં તો હુમલાનો સામનો કરવા માટે તૈયાર રહે.

આતંકવાદી સંગઠન હમાસની સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઉબૈદાએ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, અમે ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમારાથી બેઘર થયેલા લોકોનો બદલો લેવા તૈયાર છીએ. એશ્કેલોન ઇઝરાયેલના લોકોએ સાંજે 5 વાગ્યા સુધીમાં તેમના ઘર છોડી દેવા જોઈએ. ત્યારબાદ હમાસના અબુ ઉબૈદાની ધમકી બાદ સાંજના પાંચ વાગ્યા બાદ હમાસે ગાઝાથી ઈઝરાયેલના અશ્કેલોન તરફ અંધાધૂંધ રોકેટ છોડવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, અહીં 14 ઈઝરાયલી નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.

ગાઝાથી અશ્કેલોન માત્ર 10 થી 15 કિમી દૂર છે. સરહદને અડીને આવેલા આ જ વિસ્તારમાં ધમકી આપ્યા બાદ હમાસે ફરીથી રોકેટ હુમલો કર્યો છે. પરિણામ એ આવ્યું કે હમાસ દ્વારા હુમલો કરાયેલ રોકેટ એશકેલોનમાં પડ્યો. ત્યાં અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યા છે. હમાસ દ્વારા રોકેટથી કરવામાં આવેલો આ તાજેતરનો હુમલો એ વાતની સાક્ષી છે કે, ઈઝરાયેલે 90 કલાકમાં 5000 રોકેટ વડે ગાઝાને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ હમાસનો આતંક હજુ શમતો જણાતો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ