બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / pakistan marriage of imran khan bushra bibi declared unislamic illegal iddat prison

પાકિસ્તાન ચૂંટણી / પાક પૂર્વ PM ઈમરાન ખાને વધુ એક કેસમાં 7 વર્ષની જેલ, બુશરા બીબીનો કેસ નડ્યો, લગ્ન ગેર-ઈસ્લામિક

Manisha Jogi

Last Updated: 07:15 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે . ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ‘ગેર-ઈસ્લામિક નિકાહ’ મામલે 7 વર્ષની સજા સંભળાવી છે.

  • પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં
  • ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા
  • ‘ગેર-ઈસ્લામિક નિકાહ’ મામલે 7 વર્ષની સજા જાહેર

અને વોટિંગ માટે એક સપ્તાહ કરતા પણ ઓછો સમય છે. સ્થાનિક કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્નને ગેર-ઈસ્લામિક ગણાવ્યા છે. ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ‘ગેર-ઈસ્લામિક નિકાહ’ મામલે 7 વર્ષની સજા સંભળાવી છે. 

2022 પછી ઈમરાન ખાનને સતત સજા કરવામાં આવી રહી છે. 71 વર્ષીય ઈમરાન ખાનને ચોથી સજા સંભળાવવામાં આવી છે. આ સજાના કારણે 8 ફેબ્રુઆરીએ થનાર ચૂંટણી પહેલા પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (PTI) પાર્ટીના સંસ્થાપકની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ સપ્તાહની શરાતમાં ઈમરાન ખાનને સિફર મામલે 10 વર્ષ અને તોશાખાના મામલે 14 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ઈમરાન ખાનને હવે બુશરા બીબી મામલે 7 વર્ષની સજા સંભળાવી છે, જેથી ઈમરાન ખાનને કુલ 31 વર્ષની સજા કરવામાં આવી છે. 

પૂર્વ પતિએ કેસ કર્યો
બુશરા બીબીના પહેલા પતિ ખાવર મનેકાએ આ લગ્ન વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ખાવર મનેકાએ આરોપ મુક્યો હતો કે, ‘તેઓ બે વિવાહ વચ્ચેના વિરામનું પાલન કરવાની ઈસ્લામી પ્રથાનું ઉલ્લંઘન કર્યું હતું. પૂર્વ પત્ની અને ઈમરાન ખાન વિરુદ્ધ લગ્ન પહેલા સંબંધ બનાવવાનો પણ આરોપ મુક્યો.’

મીડિયા રિપોર્ટ અનુસાર ‘રાવલપિંડી અદિયાલા જેલ પરિસરમાં શુક્રવારે 14 કલાક સુધી સુનાવણી કરવામાં આવી. બીજા દિવસે શનિવારે સિનિયર સિવિલ જજ કુદરતુલ્લાએ નિર્ણય સંભળાવ્યો હતો. કુદરતુલ્લાએ ઈમરાન કાન અને બુશરા બીબી પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.’

ઈમરાન ખાન 5 ઓગસ્ટથી જેલમાં બંધ
પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે પાકિસ્તાન ચૂંટણી આયોગે ઈમરાન ખાનને તોશાખાના ભ્રષ્ટાચાર મામલે દોષિત જાહેર કર્યા હતા, તે સમયે PTI સંસ્થાપકની ધરપકડ કરવામાં આવી. પહેલા તેમને અટૉક જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, ત્યારપછી અદિયાલા જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. 

ઈમરાન ખાને બુશરા બીબી મામલે સજા જાહેર થયા પછી જણાવ્યું કે, ‘તેમને અને તેમની પત્ની બુશરા બીબીને અપમાનિત કરવા માટે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.’

વધુ વાંચો: નિજજર હત્યા બાદ કેનેડાએ ફરી ભારતને ગણાવ્યું 'વિદેશી ખતરો', કહ્યું ચૂંટણીમાં થઈ રહ્યો છે હસ્તક્ષેપ

બુશરા બીબીએ આરોપો નકાર્યા
બુશરા બીબીએ 14 નવેમ્બર 2017ના તલાક પ્રમાણપત્રને ખોટુ ગણાવ્યું હતું. બુશરા બીબીએ જણાવ્યું કે, તેમણે એપ્રિલ 2017માં મનેકા પાસે મૌખિક રૂપે તીન તલાક લીધું હતું, ત્યારપછી ઓગસ્ટ 2017 સુધીમાં ઈદ્દતની અવધિ પૂરી કરી લીધી હતી. ઈમરાન ખાને 1 જાન્યુઆરી 2018ના રોજ નિકાહ કર્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ