બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / Canada again spoke against India, said new delhi might interupput in their elections
ADVERTISEMENT
ભારત અને કેનેડાની વચ્ચેનાં સંબંધોમાં કડવાશ વધી રહી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તણાવની સ્થિતિની વચ્ચે કેનેડા સરકારે ફરી એકવાર ભારત સામે આંગણી ચીંધી છે. પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકી હરદિપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂક્યા બાદ હવે કેનેડીયન સરકારે ભારતને 'વિદેશી ખતરો' કહ્યું છે. છેલ્લાં કેટલાય મહિનાઓથી કેનેડાએ ભારતને બદનામ કરવાનું ચાલુ રાખ્યું છે.
વિદેશી ખતરાનો આરોપ
કેનેડાએ હવે ભારતને એક 'વિદેશી ખતરો' કહેતાં આરોપ મૂક્યો છે કે નવી દિલ્હી સંભવિતરૂપથી તેમની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે. ગ્લોબલ ન્યૂઝની રિપોર્ટ અનુસાર આ આરોપ કેનેડિયન સુરક્ષાની ગુપ્ત રિપોર્ટ દ્વારા લગાડવામાં આવ્યો છે. જો કે ભારતે કેનેડાનાં આ આરોપની કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2022ની ગુપ્ત રિપોર્ટ કે જેનું ટાઈટલ 'વિદેશી હસ્તક્ષેપ અને ચૂંટણી: એક રાષ્ટ્રીય સુરક્ષા આંકલન' છે તેમાં ભારતને એક 'ખતરો' કહેવામાં આવ્યું છે. અને ચેતવણી આપવામાં આવી છે કે વિદેશી હસ્તક્ષેપ કેનેડાનાં લોકતંત્રને કમજોર કરી રહ્યું છે.
વધુ વાંચો: 'કોઇ અમેરિકીને નુકસાન પહોંચાડ્યું તો...', ઇરાક-સીરિયા હુમલા વચ્ચે બાયડનની ચેતવણી
ADVERTISEMENT
આ પહેલા પણ મૂક્યો હતો આરોપ
ગત સપ્ટેમ્બરમાં કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કેનેડિયન સંસદમાં આરોપ લગાડ્યો હતો કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત કથિત ધોરણે સંકળાયેલું છે જેના પૂરાવાઓ પણ તેમની પાસે છે. પણ જ્યારે ભારતે કેનેડા પાસે આ આરોપ પાછળનાં પૂરાવાઓ માંગ્યા ત્યારે કેનેડાએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. ભારતે કેનેડાનાં તમામ આરોપોને ફગાવી દીધાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.