બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 01:57 PM, 28 May 2022
ADVERTISEMENT
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝે હાલમાં ટ્વિટર પર લખ્યું હતું કે, લાહૌરમાં પેટ્રોલ પંપ પર ન તો પેટ્રોલ મળે છે, અને ન તો એટીએમમાં પૈસા. તેનાથી પા્કિસ્તાનીની આર્થિક સ્થિતિને લઈને જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. માનવામા આવી રહ્યું છે. પાકિસ્તાન એક મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટની વચ્ચે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે એક ઝાટકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 રૂપિયા લીટરે વધારી દીધી છે, જેના કારણે પાકિસ્તાનીઓની હાલત કફોડી થઈ ગઈ છે.
ADVERTISEMENT
No Petrol available in any petrol station in Lahore??? No cash available in ATM machines?? Why a common man have to suffer from political decisions. @ImranKhanPTI @CMShehbaz @MaryamNSharif @BBhuttoZardari
— Mohammad Hafeez (@MHafeez22) May 24, 2022
વધતી મોંઘવારી, રેકોર્ડ તોડ પેટ્રોલની કિંમત, અસ્થિર રાજકીય માહોલ. છેલ્લા કેટલાય મહિનાથી ધ્વસ્ત થયેલી અર્થવ્યવસ્થાને કાબૂમાં કરવામાં લાગેલું પાકિસ્તાન સફળ થતું દેખાતું નથી. તેનાથી દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા દેશોમાંના એક એવા ભારતના આ પાડોશી દેશ શ્રીલંકાની માફક આર્થિક સંકટમાંં ફસાવાની ચિંતા વ્યક્ત કરી છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રેકોર્ડ તોડ વધારો
આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પાકિસ્તાનમાં તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમતને 30 રૂપિયા પ્રતિ લિટર વધારી દીધું છે. તેની સાથે જ ત્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વધારાની સાથે જ પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 180 રૂપિયા, ડીઝલની કિંમત 174 રૂપિયા પ્રતિ લીટર અને કેરોસિનની કિંમત 156 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારાની સાથે પાકિસ્તાનના કેટલાય પેટ્રોલ પંપ પર લાઈનો લાગેલી જોવા મળી હતી.
હાલના આટલા વધારા છતાં પણ પાકિસ્તાની સરકાર હજૂ પણ ડીઝલ પર પ્રતિ લીટર 56.714 રૂપિયા, પેટ્રોલ પર 21.863 રૂપિયા અને કેરોસિન પર 17.02 રૂપિયા ખર્ચ વેઠી રહી છે. તેનો અર્થ એ થાય છે સબ્સિડીમાં કાપ હજૂ પણ થઈ શકે છે. જો પાકિસ્તાનને IMF પાસેથી લોન લે છે, તો તેને ફ્યૂલ સસ્બિડી એકદમ ખતમ કરવી પડશે. જેનો બોઝ સામાન્ય લોકો પર આવશે.
ખજાનામાં ફક્ત 2 મહિના ચાલે તેટલા રૂપિયા બચ્યા
નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનનો વિદેશ ભંડાર આ મહિને નિચે આવીને 10.01 અબજ ડોલર રહી ગયો. આટલા ઓેછા વિદેશી મુદ્રા ભંડારનો અર્થ એ છે કે, પાકિસ્તાની પાસે પેટ્રોલ-ડીઝલ સહિત જરૂરી વસ્તુઓની આવક માટે ફક્ત બે મહિનાના જ રૂપિયા બચ્યા છે. પાકિસ્તાનના વિદેશ મુદ્રા ભંડાર સતત ઘટતો જાય છે. 6 મેના રોજ સમાપ્ત થતાં 16.4 અબજ ડોલર હતું. જે ડિસેમ્બર 2019 બાદ તેના સૌથી ઓછા મુદ્રા ભંડાર છે. પાકિસ્તાનના વિદેશ મુદ્રા ભંડાર ઓક્ટોબર 2016માં સર્વાધિક 19.9 અબજ ડોલર અને જાન્યુઆરી 1972માં સૌથી ઓછુ 96 મીલિયન ડોલર રહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.