જો તમે ઘરે બેઠા કમાણી કરવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. SBIની એન્યુટી ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરીને તમે ફાયદો મેળવી શકો છો. આ સ્કીમમાં તમે રોકાણ કરશો તો તમને દર મહિને એક ફિક્સ્ડ કમાણી મળશે. આ સ્કીમની મદદથી તમે દર મહિને સારી કમાણી કરી શકો છો. કોઈ પણ ગ્રાહક આ સ્કીમમાં રોકાણ કરે છે તો તેને દર મહિને એક ફિક્સ્ડ ઈન્કમ મળશે. SBIની આ સ્કીમમાં ન્યૂનતમ 1000 રૂપિયા માસિક એન્યુટી માટે જમા કરાવી શકાય છે. આ સ્કીમમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
SBIની આ સ્કીમમાં મળશે સારી આવક
જાણી લો ન્યૂનતમ બેલેન્સની સીમા
SBIની સ્કીમમાં રોકાણ બાદ મળશે આટલા રૂપિયા
કેટલી રકમ કરાવી શકાય છે જમા
જો તમને 60 વર્ષ સુધી દર મહિને 5000 રૂપિયા જોઈએ છે તો બેંક તમને જણાવશે તે તમારે કેટલા રૂપિયા જમા કરાવવા પડશે. જો કે ડિપોઝિટ રકમ 25000 રૂપિયાથી ઓછી હોવી ન જોઈએ. તેની મહત્તમ સીમા નક્કી કરવામાં આવી નથી. આ ડિપોઝિટ રકમ 36, 60 કે 84 અથવા તો 120 મહિના માટેની છે. તમારા માસિક ઈન્કમના રૂપિયા જમા કરાવવાનો સમય અને મૂલધન પર નિર્ભર કરશે.
મેચ્યોરિટી પહેલાં મળશે રૂપિયા કાઢવાની સુવિધા
આ સ્કીમમાં નોમિનેશનની સુવિધા પણ છે. જમાકર્તા એન્યુટીમાં જમા રાશિના 75 ટકા બરાબર રાશિના ઓવરડ્રાફ્ટ અને લોન સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. જો મેચ્યોરિટીના સમયની વાત કરીએ તો તેમાં તમે 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ અને 10 વર્ષ માટે રોકાણ કરી શકો છો.
બેંકની વેબસાઈટ અનુસાર જો ખાતાધારકનું મૃત્યુ એસબીઆઈ એન્યુટી ડિપોઝિટ સ્કીમની મેચ્યોરિટી પહેલાં થાય છે તો નોમિનીને રૂપિયા કાઢવાની પરમિશન મળે છે. આ સ્કીમનો લાભ કોઈ પણ લઈ શકે છે. તેમાં વ્યક્તિગત કે જોઈન્ટ એકાઉન્ટ, પુખ્તવયની વ્યક્તિ કે પછી માઈનોર વ્યક્તિ પણ ખોલી શકે છે. આ સ્કીમને અન્ય બ્રાંચમાં એકાઉન્ટ ટ્રાન્સફર, ટીડીએસના નિયમ એફડીના નિયમોના આધારે થશે.