બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Online fraud in Ahmedabad: Big scam by getting orders from customers who shop on other sites using Telegram

ડેટા ચોર / અમદાવાદમાં ઓનલાઇન ફ્રોડ: શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લઈ આચર્યું મોટું કૌભાંડ, જુઓ કેવી રીતે

Vishnu

Last Updated: 11:03 PM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સાઈબર ક્રાઇમ દ્વારા ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો, આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા.

  • અમદાવાદ સાઈબર ક્રાઇમે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ 
  • ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે ઓર્ડર મેળવી લેતા
  • સાયબર ક્રાઈમેં આરોપીઓ પાસેથી 92 વસ્તુ કબ્જે કરી

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે છે.બને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતામ.સાયબર ક્રાઇમે 20 લાખ  યુઝર ના ડેટા લીક થયા હોવાની આશકા વ્યક્ત કરી છે. કેવી રીતે આરોપી શાંતિર મગજનો ઉપયોગ કરી છેતરામણ કરતાં અને કઈ રીતે માસ્ટર માઈન્ડનો થયો પર્દાફાશ થયો.

સામાન્ય અભ્યાસ પણ કારનામા મોટા
પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપીઓ છે ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ , અને નિલેશ બાબરીયા. બંને યુવકોની છેતરપીંડી કરતા પહેલા પબજી ગેમ રમતા દરમ્યાન મુલાકાત થઈ હતી.આમ તો બંને આરોપીઓએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી તે છતાં માસ્ટર માઈન્ડ છે. અને ટેલિગ્રામમાંથી તમામ લોકોના ડેટા મેળવી એકાઉન્ટ હેક કરી છેતરપીંડી કરતા. 

હેકિંગ ટૂલ ડાઉનલોડ કરી 20 લાખ યુઝર ના ડેટા લીક થયો
પકડાયેલ બન્ને આરોપીઓ ફ્લિપકાર્ટ, મંત્રા,બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી બીજી વેબસાઈટ ના ગ્રાહકોના ઑનલાઇન  ડિલિવરી  કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. બનેં આરોપીઓ એ ટેલીગ્રામ માંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનાર ના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ પી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે. આરોપીઓ એ આ સિવાય OTT પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા.તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકો ના આઇ પી બ્લોક ના થાય ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા. સાયબર ક્રાઇમે દેશ ભરમાં 20 લાખ યુઝર ના ડેટા લીક થયા હોવાનું કહ્યું.

એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા તેવા ગ્રાહકો ને ટાર્ગેટ કરતા
પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર ગુજરાત માં જ નહિ પરંતુ સમગ્ર દેશના ગ્રાહકો નાં  ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં. અને છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના ડેટા હેક કરી તેઓના એકાઉન્ટ અને ટાર્ગેટ કર્યા હતા.  ઉલ્લેખનીય છે કે આરોપીઓ ઓર્ડર કોઈ ઘરે કે ઓફિસની જગ્યા પર નહિ પરંતુ રોડ પર જ ઓર્ડર ની ડિલિવરી મેળવવા હતા.અત્યારસુધીમાં બંને આરોપીઓ એ 1 હજાર થી વધુ લોકો સાથે ચીટીગ કરી હોવાનું સામે આવ્યું છે.જોકે સાયબર ક્રાઈમેં આરોપીઓ પાસેથી 92 વસ્તુ કબ્જે કરી છે. આરોપીઓની મોડેસ ઑપરેન્ડીની વાત કરીએ તો  પશ્ચિમ બંગાળ થી એક ડમી સિમકાર્ડ લાવ્યા હતા.જે સીમ કાર્ડ માત્ર ઓર્ડર ની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી કરીને પોલીસ તેમને ટ્રેક ના કરી શકે.આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા તેવા ગ્રાહકો ને ટાર્ગેટ કરતા હતા.

નોંધનીય છે કે આ ગેંગ માં અન્ય લોકો સામેલ હોય શકે છે. કારણ કે આ દેશ વ્યાપી કૌભાંડ છે જેથી અન્ય લોકો ને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.  સાથો સાથ આરોપીઓ કોને કોને માલ વેચ્યો છે તેની પર પોલીસ તપાસ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ