બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / one country one election committee announced these people including amit shah adhir ranjan

BIG NEWS / એક દેશ, એક ચૂંટણી કમિટીનું એલાન, અમિત શાહ-અધીર રંજન સહિત આ 8 લોકોને મળ્યું સ્થાન

Hiralal

Last Updated: 07:23 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક દેશ, એક ચૂંટણી કમિટીમાં કોંગ્રેસના સિનિયર નેતા અધીર રંજન ચોધરીને સ્થાન આપવામાં આવ્યું છે.

  • એક દેશ, એક ચૂંટણી કમિટીનું એલાન
  • અમિત શાહ અને અધીર રંજન ચોધરી બન્યાં સભ્યો
  • ટોટલ આઠ સભ્યોના નામ જાહેર કરાયા  

સરકાર દેશમાં એક જ સમયે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે એક દેશ, એક ચૂંટણી બીલ લાવવા માગે છે. આ માટે કેન્દ્ર સરકારે ગઈ કાલે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી જેના સભ્યોના આજે નામ જાહેર કરાયા છે. રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીમાં અમિત શાહથી લઇને ગુલામ નબી આઝાદ, અધીર રંજન ચૌધરી સહિત અન્ય ઘણા જાણીતા લોકોનો સમાવેશ થાય છે.

કોણ કોણ છે કમિટીમાં
એક દેશ, એક ચૂંટણી કમિટીમાં પ્રેસિડન્ટ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચોધરી, ગુલામ નબી આઝાદ, વકીલ હરીશ સાલ્વે, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ ડ઼ોક્ટર સુભાષ કશ્યપ, સંજય કોઠારી અને એનકે સિંહ સામેલ છે. 

એક દેશ, એક ચૂંટણી માટે સરકારે બનાવી છે કમિટી 
કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે આ અંગે એક સમિતિની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સમર્થનમાં એવી દલીલ કરવામાં આવે છે કે તેનાથી ચૂંટણી પાછળનો ખર્ચ ઘટશે. અહેવાલો અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. 

શું છે વન નેશન-વન ઈલેક્શન
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને  વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે. 

18 થી 22 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસનું વિશેષ સત્ર

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર એમ પાંચ દિવસ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને તેમાં કોઈ મોટું બીલ આવી શકે છે. ઘણા સમયથી વન નેશન, વન ઈલેક્શનની ચર્ચા તો હતી જ પરંતુ વિશેષ સત્ર બોલાવવવાની સાથે જ આ ચર્ચાને વેગ મળ્યો હતો. 

એકી સાથે ચૂંટણી યોજવા શું કરવું પડે 
રિજિજુએ જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ 84, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ 172, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ 174, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ 356માં સુધારો કરવાની જરૃર પડશે.

વિપક્ષ વન નેશન, વન ઈલેક્શનની વિરોધમાં 
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરાવવાની તરફેણમાં છે પરંતુ વિપક્ષ વિરોધમાં છે. સરકારનું કહેવું છે કે વારંવાર ચૂંટણી થવા પર દેશ પર વધુ આર્થિક ભાર પડે છે. જો એક સાથે ચૂંટણી થાય તો ઘણો ખર્ચ થતો બચાવી શકાય છે અને હજારો લોકોને પણ વારંવાર ચૂંટણી માટે ભેગા નહીં થવું પડે. 

લૉ કમિશને રાજકીય પક્ષો પાસેથી માગ્યા 6 સવાલના જવાબ 
આ વર્ષે જાન્યુઆરીમાં લૉ કમિશને આ અંગે રાજકીય પક્ષો પાસેથી 6 સવાલોના જવાબ માંગ્યા હતા. સરકાર તેનો અમલ કરવા માગે છે, ત્યારે અનેક રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. 22મા કાયદા પંચે જાહેર નોટિસ જાહેર કરીને રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ સંગઠનોના અભિપ્રાયો માગ્યા હતા. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એક સાથે ચૂંટણીઓ યોજવી એ લોકશાહી, બંધારણના મૂળભૂત માળખા અથવા દેશના સંઘીય માળખા સાથે કોઈ પણ રીતે ગડબડ છે? પંચે એ પણ પૂછ્યું હતું કે, જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ પાસે સરકાર રચવાની બહુમતી ન હોય ત્યારે ખંડિત જનાદેશ મળવાની સ્થિતિમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નિમણૂક ચૂંટાયેલી સંસદ કે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરી શકાય કે કેમ? બંધારણની કલમ 85માં સંસદના સત્રની જોગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા નિર્ણયો લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સ્વરૂપ આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને સત્રમાં બોલાવવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ