બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / On this day : How Sachin Tendulkar 'accidentally' became the opener in ODIs

ક્રિકેટનો કિસ્સો / 'ઓપનિંગમાં જા' સિદ્ધૂને ઈજા થતાં અઝહરુદ્દીને સચિનને કહ્યું બસ પછી.... 27 માર્ચે બન્યું આવું

Hiralal

Last Updated: 06:20 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 માર્ચ 1994ના દિવસે સચિન તેડૂંલકરને ટીમ ઈન્ડીયામાં ઓપનિંગ કરવાની તક મળી હતી જે તેની ક્રિકેટ કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.

ક્રિકેટના ભગવાન ગણાતાં સચિન તેડુંલકરને કોણ નથી ઓળખતું? આજે દેશ-દુનિયામાં નાનાથી માંડીને મોટા સુધી બધા સચિનના ચાહક છે પરંતુ સચિનને આટલો મોટો સ્ટાર બનાવવામાં આજનો દિવસ એટલે કે 27 માર્ચનો દિવસ ખૂબ મહત્વનો બન્યો હતો.  

27 માર્ચ, 1994ના દિવસે સચિનને ઓપનિંગમાં રમવાની તક મળી
હકીકતમાં 27 માર્ચ, 1994ના દિવસે સચિન તેડુંલકરને ટીમ ઈન્ડીયામાં ઓપિંગની તક મળી હતી. તે વખતે ટીમ ઈન્ડીયાના ઓપનર નવજોત સિંહ સિદ્ધુની ગરદન સખત હોવાને કારણે મેચ ચૂકી જવાથી 'માસ્ટર બ્લાસ્ટર'ની ટીમ ઈન્ડિયા માટે ઓકલેન્ડમાં રમાયેલી વન-ડેમાં આકસ્મિક રીતે ઓપનિંગ કરવાની તક મળી હતી જે તેના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને પછી તે છેક ક્રિકેટના ભગવાનની ટોચ પહોંચ્યો હતો. તે વખતના ટીમ ઈન્ડીયના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સચિનને ઓપનિંગ કરવાનું કહ્યું હતું. 

ઓપનિંગ મેચમાં સચિને ફટકાર્યાં હતા 82 રન 
અગાઉ 69 વન-ડે ઈન્ટરનેશનલ (વન-ડે)માં ભાગ લઈ ચૂકેલા અને 1758 રન બનાવી ચૂકેલા તેંડુલકરે આ તકને જોશભેર ઝડપી લીધી હતી અને માત્ર 49 બોલમાં 82 રન ફટકાર્યા હતા. 143 રનનો પીછો કરવા ઉતરેલા ભારતે રમતની 24મી ઓવરમાં તેંડુલકરના 82 રનની મદદથી ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તે માત્ર ઐતિહાસિક કારકિર્દીની શરૂઆત હતી અને તે પછી તેંડુલકરે 344 વન-ડેમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને 48.29 ની સરેરાશથી 15,310 રન બનાવ્યા હતા. 

સચિન-ગાંગુલીની ઓપનિંગ જોડીએ 11 વર્ષ મચાવ્યો તરખાટ 
તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ 1996થી 2007ની વચ્ચે વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મજબૂત ઓપનિંગ ભાગીદારીમાંની એક બનાવી હતી. આ ક્રમમાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડનની ઓપનિંગ જોડી પણ પાછળ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ