બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / On Ganesh Chaturthi, Lambodar Yoga is being held after 300 years, know shubh muhurat and tithi

ધર્મ / ગણેશ ચતુર્થી પર 300 વર્ષ બાદ બની રહ્યો છે લંબોદર યોગ, જેમાં માં પાર્વતી અને શિવજીએ મૂર્તિમાં પૂર્યા હતા પ્રાણ

Megha

Last Updated: 12:43 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષની ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ છે કારણકે આ વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ પર એ સંયોગ બની રહ્યા છે જે ગણેશજીના જન્મ સમયે બન્યા હતા.

  • આ વર્ષની ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ છે
  • ગણેશ ઉત્સવમાં ઘણા સારા યોગ બની રહ્યા છે
  • ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ખાસ સંયોગ 

ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી આવી રહી છે અને એ દિવસે લોકો ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને તેના 10 દિવસ પછી અનંત ચતુર્દશીના રોજ ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે. જો કે ઘણી જગ્યાએ ગણપતિ વિસર્જન દોઢ દિવસ, પાંચ દિવસ પછી પણ કરવામાં આવે છે. 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ ગણેશ ઉત્સવમાં ઘણા સારા યોગ બની રહ્યા છે જેમાં ઘણા સારા કાર્યની શરૂઆત કરી શકાય છે. 

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ખાસ સંયોગ 
આ વર્ષે પૂરા 300 વર્ષ પછી ગણેશ ચતુર્થીના પર્વ પર ખૂબ જ ખાસ સંયોગ લંબોદર યોગ બની રહ્યો છે. આ સાથે જ આ વર્ષની ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ છે કારણકે આ વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ પર એ સંયોગ બની રહ્યા છે જે ગણેશજીના જન્મ સમયે બન્યા હતા. 

5 રાજયોગોની રચના
બુધવારના દિવસે ચતુર્થીની તિથિએ જ ચિત્રા નક્ષત્રના મધ્યાહન કાલમાં માતા પાર્વતીએ માટીના ગણેશજીની સ્થાપના કરી હતી અને શિવજીએ તેમાં પ્રાણ નાખ્યા હતા. આવા શુભ નક્ષત્રમાં ગણપતિ બાપ્પાનો જન્મ થયો હતો. આ વર્ષની ગણેશ ચતુર્થી પર પણ બધા એવા જ દુર્લભ સંયોગો બની રહ્યા છે. આ ઉપરાંત ગણપતિના જન્મ સમયે વીણા, જ્યેષ્ઠ, ઉભયચારી અને અમલા યોગ પણ રચાઈ રહ્યા છે, આ 5 રાજયોગોની રચનાને કારણે આ વર્ષે ગણેશની સ્થાપના કરવી ખૂબ જ શુભ રહેશે.

31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી બીજા ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. આ બધા શુભ યોગને કારણે આ વર્ષનો ગણેશ ઉત્સવ ઘણો ખાસ બની રહ્યો છે. ચાલો જાણીએ બીજા કયા યોગ બની રહ્યા છે.. 

આ શુભ યોગ બને છે 
31 ઓગસ્ટના રોજ ગણેશજીની સ્થાપન કરવામાં આવશે અને 9 સપ્ટેમ્બરના રોજ એમનું વિસર્જન કરવામાં આવશે. આ 10 દિવસના ગણેશ ઉત્સવમાં નવા કામ શરૂ કરવા અથવા કોઈ ખરીદી કરવા માટે ઘણા શુભ યોગ બની રહ્યા છે. 31 ઓગસ્ટના રોજ ગણેશ સ્થાપના સાથે કોઈ પણ નવા કારની શરૂઆત કે ખરીદી કરી શકો છો. 1 સપ્ટેમ્બરના રોજ ઋષિ પંચમીનું વ્રત છે. એ દિવસે નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવું શુભ ગણાય છે. 2 સપ્ટેમ્બરના રોજ કાર્તિકેય પૂજા કરવામાં આવશે. એ દિવસે પણ કોઈ પણ નવી શરૂઆત કરવી લાભકારી બને છે. 3 સપ્ટેમ્બરના રોજ દૂર્વાઅષ્ટમી કે રાધાઅષ્ટમીનો અમૃત યોગ બની રહ્યો છે. 5 સપ્ટેમ્બરના રોજ ભગવાન વિષ્ણુના 10 અવતારની પૂજા કરવામાં આવશે. 6 સપ્ટેમ્બરના રોહ એકાદશી વ્રત અને 7 સપ્ટેમ્બરના રોજ વામન પૂજા કરવામાં આવશે. 8 સપ્ટેમ્બરના રોહ પ્રદોષ વ્રત અને 9 સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ