બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અજબ ગજબ / on dussehra ravana will be worshiped in badagaon

ના હોય! / અહીં લોકો રાવણને માને છે ભગવાન! દશેરા પર પુતળાનું દહન નહીં પરંતુ થાય છે પૂજા, જાણો શું છે તેના પાછળનું કારણ

Arohi

Last Updated: 02:46 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીથી માત્ર 22 કિમી દૂર બાગપતના રાવણ ઉર્ફે બડાગામમાં રામલીલા કે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી. અહીં લોકો રાવણને રાક્ષસ નહીં પણ ભગવાન માને છે.

  • રાજધાની દિલ્હીથી 22 કિમી દૂર આવેલું છે આ ગામ 
  • રાવણના પુતળાનું દહન નહીં અહીં થાય છે પૂજા 
  • અહીંના લોકો રાવણને માને છે ભગવાન 

રાવણને બ્રહ્માજી તરફથી અમરત્વનું વરદાન મળ્યું હતું, પરંતુ જ્યારે રાવણનું પાપ વધી ગયું ત્યારે ભગવાનના અવતારનો જન્મ થયો અને ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો. ત્યારથી આપણે ખરાબ પર સારાની જીતની ઉજવણી સ્વરૂપે દશેરાનો તહેવાર ઉજવીએ છીએ. વિજયાદશમી પર દેશના ખૂણે ખૂણે રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને પછી રાવણનું દહન કરવામાં આવે છે.

દિલ્હીથી 22 કિમી દૂર છે આ ગામ 
પરંતુ રાજધાની દિલ્હીથી માત્ર 22 કિમી દૂર બાગપતના રાવણ ઉર્ફે બડાગામમાં રામલીલા પણ નથી થતી કે રાવણના પૂતળાનું દહન પણ કરવામાં આવતું નથી. અહીં લોકોને રાવણમાં શ્રદ્ધા છે, કારણ કે અહીંના લોકો રાવણને દેવતા માને છે.  

મનશા દેવી મંદિરમાં પૂજા કરવાથી મુશ્કેલીઓ થાય છે દૂર 
આખરે બડાગામના લોકો રાવણની પૂજા કેમ કરે છે. તેનું પૂતળું કેમ નથી બાળતા. તેની પાછળ એક કથા જોડાયેલી છે. તે કથા પહેલા મનશા દેવીના મંદિર વિશે જાણી લઈએ. 

દર્શન કરવા માત્રથી ઈચ્છા થાય છે પુરી 
આ મંદિરના દર્શને આવતા દરેક લોકોની મુશ્કેલીઓ દૂર થાય છે. તેની દરેક ઈચ્છા પૂરી થાય છે. કારણ કે આસ્થાની દેવી મા મનશા દેવી પોતે અહીં નિવાસ કરે છે. ગામલોકો જણાવે છે કે આ બડાગામ એટલે કે રાવણ ગામ સુધી પહોંચવાના દેવી મંશાદેવીની કથા એવી છે કે રાવણે આદિ શક્તિની સેંકડો વર્ષો સુધી તપસ્યા કરી હતી.

ભગવાન વિષ્ણુએ છળથી કરી હતી માતાની મૂર્તિની સ્થાપના
દેવીએ પ્રસન્ન થઈને રાવણ પાસે વરદાન માંગવા કહ્યું, રાવણે કહ્યું કે હું તમને લંકા લઈ જઈને તમારી સ્થાપના કરવા માંગુ છું અને દેવીએ એવું કહેતા તથાસ્તુ કહી દીધુ કે મારા રૂપમાં મારી આ મૂર્તિને તુ જ્યાં મુકીશ ત્યાં જ તેની સ્થાપના થઈ જશે અને પછી તેને ત્યાંથી કોઈ નહીં હટાવી શકે. આ વરદાન પછી દેવલોકમાં અફડા તફડી ફેલાઈ ગઈ અને દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા.

ગોવાળના રૂપમાં આવ્યા ભગવાન વિષ્ણુ
ભગવાન વિષ્ણુએ ગોવાળનો વેશ લીધો અને રાવણને લઘુ શંકા લગાવી દીધી. જંગલમાં ગોવાળને જોઈને રાવણે આદિ શક્તિની મૂર્તિ ગોવાળને સોંપી દીધી અને ગોવાળના રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુએ આ મૂર્તિને જમીન પર મૂકી દીધી અને જ્યારે રાવણે મૂર્તિ ઉપાડી ત્યારે તે ત્યાંથી ખસતી ન હતી અને આમ બાગપતના આ બડાગામ ઉર્ફ રાવણ ગામમાં માતાની મૂર્તિ સ્થાપિત થઈ ગઈ. 

ગામના લોકો માટે રાવણ છે દેવતા
અહીં મા મનસા દેવીના મંદિરે આવતા ભક્તોનું કહેવું છે કે આદિ શક્તિના દર્શન કરવા લોકો દૂર દૂર સુધી જાય છે, પરંતુ લંકાપતિ રાવણના કારણે માતા અહીં બિરાજમાન થયા અને આ બધું લંકેશના કારણે થયું. અહીં માતા બિરાજમાન છે જે કોઈ સાચા હૃદય અને આદરથી માથું નમાવે છે, માતા તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેથી અહીંના લોકોનું કહેવું છે કે તેમને રાવણ પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી તેઓ માતાને અહીં લઈને આવ્યા હતા. 

પોતાને રાવણના વંશજો માનતા ગર્વ મહેસુસ કરે છે લોકો 
બાગપતનું બાડાગામ પુરાતત્વીય અને ધાર્મિક દૃષ્ટિકોણથી પણ ઘણું મહત્વ ધરાવે છે. અનેક દંતકથાઓ, અવશેષો, સેંકડો વર્ષ જૂની મુર્તિઓ અને મંદિરો આ ગામને પ્રસિદ્ધિમાં રાખે છે. ઈતિહાસકાર અમિત રાય જૈન જણાવે છે કે મૂર્તિની સ્થાપના બાદ રાવણે અહીં એક કુંડ ખોદ્યો હતો અને તેમાં સ્નાન કરીને તપસ્યા કરી હતી. 

રાવણના વંશજ હોવાનો ગર્વ
આ કુંડનું નામ રાવણ કુંડ છે. આજુબાજુના વિસ્તારોમાં પણ ગામના લોકો આ દિવસે રાવણ દહન નથી જોતા, કારણ કે આ તેમના માટે દુ:ખનો સમય છે અને એવું નથી કે આ કોઈ નવી પરંપરા છે, પરંતુ આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. વયના અંતિમ તબક્કામાં પહોંચેલ વૃદ્ધ હોય કે યુવાન દરેક વ્યક્તિ રાવણને પોતાનો વંશજ માનીને ગર્વ અનુભવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ