બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Omicron Pushing covid 19 from pandemic to endemic European Medicines Agency Experts said

BIG NEWS / Omicron જ બનશે કોરોનાનો અંત: યુરોપના એક્સપર્ટે કરેલ દાવાથી વિશ્વ ચકિત

Parth

Last Updated: 12:37 PM, 14 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મહામારી પર દરરોજ થતાં રિસર્ચમાં વધુ એક એક્સપર્ટ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે જેનાથી દુનિયાના વૈજ્ઞાનિકો વિચારમાં પડી ગયા છે.

  • કોરોના વાયરસ મહામારીથી દુનિયાભરમાં દહેશત 
  • હવે મહામારીનો અંત નજીક છે: એક્સપર્ટનો દાવો 
  • આ નવો વેરિયન્ટ જ મહામારીનો અંત લાવશે: દાવો 

ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસની વધુ એક લહેર આવી ગઈ છે જેના કારણે અનેક લોકોના દરરોજ મોત થઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસથી ત્રાહિમામ કરી રહેલા માણસો હવે આ વાયરસનો અંત ઈચ્છે છે ત્યારે જુદા જુદા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ દ્વારા અનેક રિસર્ચમાં દરરોજ નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. એવામાં હાલમાં જ એક એક્સપર્ટે જે દાવો કર્યો છે તે ચોંકવાનારો છે. 

 એન્ડેમિક બની જશે કોરોના? 
કોરોના વાયરસનો નવો વેરિયન્ટ તોફાનની ગતિએ એક બાદ એક હજારો લાખો લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે એમસ્ટર્ડેમના વેક્સિન રણનીતિના પ્રમુખ માર્કો કેવેલઋએ દાવો કર્યો છે કે હવે આ નવા ઓમિક્રૉન વેરિયન્ટના કારણે કોરોના પેન્ડેમિક, એક એન્ડેમિક બની જશે. તેમણે કહ્યું છે કે આપણે હવે મહામારીની ઝપેટમાંથી અવશ્ય બહાર નિકળીશું. 

ઓમિક્રૉન જ લાવશે કોરોનાનો અંત? 
તેમણે કહ્યું કે નવો વેરિયન્ટ ખૂબ જ તેજીથી ફેલાઈ રહ્યો છે જેના કારણે મદદ મળી શકે છે અને કોરોના વાયરસ સામે આખી દુનિયા સક્ષમ થતી દેખાઈ રહી છે. તેજીથી વધી રહેલ વાયરસ દર્શાવે છે કે મહામારીનો અંત ખૂબ જ નજીક છે. 

આ સિવાય કેવેલઋએ એમ પણ દાવો કર્યો છે કે વારંવાર બૂસ્ટર ડોઝ આપવું સારી બાબત નથી. આવું કરવાથી ઈમ્યુન સિસ્ટમમાં સમસ્યા ઊભી થઈ શકે છે. 

કેટલા નવા કેસ નોંધાયા? 
ભારત દેશમાં ઓમીક્રૉન વેરિયન્ટને કારણે કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્રીજી લહેરના કારણે દરરોજ નવા કેસની સંખ્યામાં સતત વધારો રહ્યો છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે હજુ એકથી દોઢ મહિના સુધી તો કેસ વધવાનો ટ્રેન્ડ જ જોવા મળશે ત્યારે આજે પણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થયો છે.  ભારતમાં આજે નવા કેસના આંકડાઓ સામે આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે લાખ 64 હજાર કેસ નોંધાયા છે અને 315 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યારે પોઝિટીવીટી રેટ વધીને 14.78% પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ અનુસાર અત્યારે હાલ દેશમાં 12 લાખ 72 હજાર એક્ટિવ કેસ છે જ્યારે મોતનો ટોટલ આંકડો વધીને 4 લાખ 85 હજાર 350 પર પહોંચી ગયો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ