બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Old man dies on the spot after being hit by AMTS in Ahmedabad

અકસ્માત / અમદાવાદમાં AMTSની અડફેટે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, બસચાલક ફરાર

Malay

Last Updated: 09:01 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેરના શાહપુર ચાર રસ્તા પાસે AMTS બસની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. આ અકસ્માત બાદ ડ્રાઈવર બસ મૂકી ફરારને થઈ ગયો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

 

  • અમદાવાદમાં AMTS બસની અડફેટે વૃદ્ધનું મોત
  • શાહપુર ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત 
  • અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો 

અમદાવાદમાં દૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરના શાહપુર વિસ્તારમાં AMTS બસના ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

AMTS-BRTSમાં મુસાફરી કરતા અમદાવાદીઓ માટે મોટા સમાચાર | the number of BRTS  and AMTS bus routes has increased
AMTS બસ - ફાઈલ ફોટો

AMTS બસે વૃદ્ધને અડફેટે લીધા
મળતી માહિતી અનુસાર,  અમદાવાદ શહેરના શાહપુર ચાર રસ્તા પાસે ફૂલ સ્પીડમાં આવી રહેલી AMTS બસે રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા. જે બાદ વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા. જોકે, AMTS બસનો ચાલક અકસ્માત સર્જીને બસ મુકીને ફરાર થઈ ગયો હતો. 

સ્થાનિકોમાં રોષ 
આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક શાહપુર ચાર રસ્તા પાસે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા બસ ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો વૃદ્ધના મૃત્યુ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

વિશાલા સર્કલ પાસે સર્જાયો હતો અકસ્માત
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં માતેલા સાંઢની માફક દોડતી AMTS બસે કોઈનો જીવ લીધો હોય તેવી આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવા ઘણા બનાવો સામે આવી ચૂક્યા છે. ગત માર્ચ મહિનામાં વિશાલા સર્કલ પાસે  AMTS બસે અકસ્માત સર્જો હતો. જુહાપુરાથી વાસણા જતા રસ્તા પર વિશાલા સર્કલ પાસે લાલ સિગ્નલ લાગતા વાહનો થંભી ગયા હતા. વાહનો જ્યારે સિગ્લનને કારણે થોભ્યા હતા ત્યારે AMTS બસ ફૂલ સ્પીડ હોવાથી તેમાં બ્રેક લાગી ન હતી. AMTS બસે રિક્ષા અને બે કારને અડફેટે લેતા એક બાળકી અને મહિલાને ઈજા પહોંચી હતી.

અમદાવાદીઓ આનંદો, AMTSની 'રાહ' થશે વધુ આસાન, વધુ 200 બસો રોડ પર થશે દોડતી |  200 more AMTS buses will be started in Ahmedabad city
AMTS બસ - ફાઈલ ફોટો

સળગતા સવાલ

  • AMTS બસના અકસ્માતો પર ક્યારે લાગશે બ્રેક?
  • શું AMTS ડ્રાઈવર ઉંઘમાં બસ ચલાવી રહ્યો હતો?
  • બેદરકાર ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • AMTSની બસો મોત બનીને ક્યાં સુધી રોડ પર દોડતી રહેશે?
  • યમરાજ બનીને ફરતા AMTSના લાલ ડબ્બાના ચાલકો ક્યારે દંડાશે?
  • ડ્રાઈવરો માટે કોઈ સ્પીડ લિમીટ રાખવામાં આવી છે કે કેમ?
  • બેદરકારીપૂર્ણ ડ્રાઈવિંગ કરનાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરશો?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ