બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / વિશ્વ / now google takes strict action on china delete more than 2500 chinese youtube channels

એક્શન / હવે ચીનને લાગશે મોટો ઝટકો, 2500થી વધુ યૂટ્યૂબ ચેનલને લઈને Googleએ લીધો આ મોટો નિર્ણય

Bhushita

Last Updated: 09:15 AM, 7 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીને કારણે આખી દુનિયામાં ચીનની વિરુદ્ધનો માહોલ બની રહ્યો છે. અન્ય તરફ લદ્દાખમાં હિંસક ઝડપ બાદ ભારતે ચીનની વિરુદ્ધ એક પછી એક સખત પગલાં લીધા છે. પહેલા ભારતે ચીનના 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ફરીથી 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ગૂગલે પણ ચીનની તરફ ખાસ પગલું લીધું છે. ઉલ્લેખનીય છે ગૂગલના આ નિર્ણયથી ચીનને મોટો ઝટકો લાગશે. ગૂગલે ચીનની 2500થી વધારે યૂટ્યૂબ ચેનલ્સને ડિલિટ કરી છે.

  • હવે ચીનને લાગશે મોટો ઝટકો
  • Googleએ લીધો આ મોટો નિર્ણય
  • ચીનની 2500થી વધારે યૂટ્યૂબ ચેનલ્સને ડિલિટ કરી

ચીની યૂટ્યૂબ ચેનલ્સે ફેલાવી હતી ભ્રામક જાણકારી

ઉલ્લેખનીય છે કે આ ચીની યૂટ્યુબ ચેનલ્સની મદદથી ભ્રામક જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. તેની જાણકારી મળતાં વીડિયો શેરિંગ પ્લેફોર્મે આ ચીની યૂટ્યૂબ ચેનલ્સને હટાવી દીધી છે. ગૂગલે કહ્યું કે આ યૂટ્યૂબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે જ હટાવી દેવામાં આવી હતી. ગૂગલનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા ઈન્ફ્લુએન્સ ઓપરેશનને માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું લેવામાં આવ્યું છે. 

આ કારણે ડિલિટ કરી તમામ 2500 ચેનલ્સ

ગૂગલે પોતાની ભ્રામક જાણકારી વાળા ઓપરેશનના ત્રિમાસિક બુલેટિનમાં સૂચના આપી છે અને તેમાં કહ્યું છે કે યૂટ્યુબના આધારે આ ચેનલ્સ પર ખાસ કરીને સ્પૈમી, નોન પોલિટિકલ કન્ટેન્ટ પોસ્ટ થતું હતું. પરંતુ તેમાં રાજનીતિ સાથે સંકળાયેલી વાતો પણ હતી. જો કે ગૂગલે આ ચેનલના નામનો કોઈ ખુલાસો કર્યો નથી, પણ કેટલીક સૂચનાઓ આપી છે. કંપનીએ કહ્યું છે કે હવે ટ્વિટર પર પણ આવી એક્ટીવીટી વાળા વીડિયોની લિંક જોવા મળી રહી છે. 


મીડિયા એનાલિટિક્સ કંપની ગ્રાફિકાએ કરી ઓળખ

એપ્રિલમાં ડિસઈન્ફોર્મેશન કેમ્પેનમાં સોશ્યલ મીડિયા એનાલિટિક્સ કંપની ગ્રાફિકાએ તેની ઓળખ કરી હતી. અમેરિકામાં ચીની દૂતાવાસે આ વિશે કોઈ માહિતિ આપી નથી. આ પહેલાં ચીન ભ્રામક અને ખોટી જાણકારી ફેલાવવા સાથે જોડાયેલા દરેક આરોપને નકારી ચૂક્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ