બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Not resisting rape doesn't mean act was consensual: Patna HC

ન્યાયિક / દુષ્કર્મ પીડિતા બળાત્કારીનો વિરોધ ન કરે તો રેપમાં તેની સંમતિ હતી તેવું ન માની શકાય- હાઈકોર્ટ

Hiralal

Last Updated: 10:33 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પટણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા એવું જણાવ્યું છે કે જો કોઈ દુષ્કર્મ પીડિતા બળાત્કારીનો વિરોધ ન કરે તો તેનો અર્થ રેપમાં તેની સંમતિ હતી તેવો ન થઈ શકે.

  • નીચલી કોર્ટના આદેશ પર પટણા હાઈકોર્ટનો ચુકાદો
  • બળાત્કારીનો વિરોધ ન કરવાનો અર્થ પીડિતાની સંમતિ ન ગણી શકાય 
  • કોર્ટે બળાત્કારીની 10 વર્ષની સજા માન્ય રાખી
  • બિહારના જમુઈમાં મહિલા પર થયો હતો રેપ, ત્યારે તે વિરોધ કરી શકી નહોતી 

પટણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. નીચલી કોર્ટના આદેશ પર સુનાવણી કરતા જસ્ટિસ એકે બદરે કહ્યું કે કોઈ કિસ્સામાં રેપ પીડિતા રેપિસ્ટ (બળાત્કારી)નો પ્રતિકાર ન કરે તો તેવા કિસ્સામાં એવું ન ઠરાવી શકાય કે રેપમાં તેની સંમતિ હતી. 

રેપનો પ્રતિકાર ન કરવો રેપની સંમતિ ન માની શકાય-જસ્ટિસ 
જસ્ટિસ બદરે કહ્યું કે ભારતીય દંડ સંહિતની કલમ 375 (બળાત્કાર)માં સ્પસ્ટ જણાવાયું છે કે સંમતિ યૌન કૃત્યમાં ભાગ લેવાની ઈચ્છા એક સ્પસ્ટ સ્વૈચ્છિક સમાધાન તરીકે હોવી જોઈએ. જસ્ટિસે કહ્યું કે કલમ 375ની જોગવાઈ સ્પસ્ટ દર્શાવે છે કે એક મહિલા શારીરિક રીતે રેપનો પ્રતિકાર ન કરે તો તેની રેપમાં સંમતિ હતી તેવું ન માની શકાય. 

શું છે મામલો
બિહારના જમુઈ જિલ્લાના એક ગામમાં રહેતી અને ઇંટના ભઠ્ઠામાં મજૂરી કામ કરતી એક મહિલાએ કામના અંતે તેના માલિક પાસે રોજી માગી હતી. માલિકે ત્યારે તો રોજી આપી નહોતી અને કહ્યું કે તેને પછીથી પૈસા આપી દેશ પરંતુ તે જ રાત્રે, જ્યારે પીડિતા તેના ઘરે રસોઈ બનાવતી હતી, ત્યારે આરોપી આવ્યો, તેના પુત્રના ખબરઅંતર પૂછ્યા. બાદમાં તેણે તેણીને બીજા ઓરડામાં ખેંચી લીધી હતી અને દરવાજો બંધ કર્યા પછી તેણીને ચૂપ રાખવા માટે તેનું મોં દબાવ્યું હતું અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ એલાર્મ વગાડ્યા બાદ, ગામલોકો તેના બચાવમાં આવ્યા હતા. બીજા દિવસે સવારે એફઆઈઆર નોંધાઈ હતી અને તેણે પોલીસ સમક્ષ ગુનાના સ્થળની ઓળખ કરી હતી.

પીડિતા બળાત્કારીનો વિરોધ કરી શકે તેવી હાલતમાં નહોતી 
પટણા હાઈકોર્ટના જસ્ટિસ એકે બદરે  અવલોકન કર્યું હતું કે પીડિતાએ તેની ઉલટતપાસમાં કહ્યું હતું કે તેનો પતિ આજીવિકા મેળવવા માટે સ્ટેશનની બહાર હતો અને તેનો પુત્ર ફક્ત ચાર વર્ષનો હતો, તેથી આવા સંજોગોમાં તે બળાત્કારીનો વિરોધ કે પ્રતિકાર કરી શકે તેવી હાલતમાં નહોતી. 

બળાત્કારીની નીચલી કોર્ટે કરેલી 10 વર્ષની સજા હાઈકોર્ટે માન્ય રાખી 
પટણા હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાની પુષ્ટિ કરી હતી, જેમાં બળાત્કારીને આઈપીસીની કલમ 376 અને 452 હેઠળ અનુક્રમે બળાત્કાર અને ગુનાહિત અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને બળાત્કાર માટે 10 વર્ષની સખત કેદ (આરઆઈ) અને રૂ.10,000 (દંડના ડિફોલ્ટમાં છ મહિનાની વધુ કેદ) અને ગુનાહિત અપરાધ માટે બે વર્ષની સખત કેદની સજાની સજા ફટકારવામાં આવી હતી. જો કે આરોપીને સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવાના (કલમ 323 આઈપીસી) ગુનાહિત ધાકધમકી (કલમ 506 આઈપીસી) અને એસસી અને એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળના ગુનાઓના આરોપોમાંથી મુક્ત કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ