બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / Not Dhoni or Sachin Virat Kohli is Rashmika Mandanna favourite player , watch VIDEO

ક્રિકેટ / ધોની કે સચિન નહીં, RCBનો આ સ્ટાર ક્રિકેટર કરે છે રશ્મિકા મંદાનાના દિલ પર રાજ, જુઓ VIDEO

Megha

Last Updated: 04:04 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rashmika Mandanna favourite Cricketer: એક વાતચીત દરમિયાન રશ્મિકા મંદાનાએ આઈપીએલમાં તેની ફેવરિટ ટીમ અને ફેવરિટ ક્રિકેટરનું નામ જાહેર કર્યું છે.

  • રશ્મિકા મંદાનાએ તેના ફેવરિટ ક્રિકેટરનો ખુલાસો કર્યો
  • ટ્વિટર પર રશ્મિકાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે

Rashmika Mandanna favourite Cricketer: IPL 2023 ની 43મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમો આમને-સામને થશે. આ પહેલા અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તેના ફેવરિટ ક્રિકેટરનો ખુલાસો કર્યો છે. 

જણાવી દઈએ કે એક વાતચીત દરમિયાન રશ્મિકા મંદાનાએ આઈપીએલમાં તેની ફેવરિટ ટીમ અને ફેવરિટ ક્રિકેટરનું નામ જાહેર કર્યું છે. IPL ઓપનિંગ સેરેમનીમાં ભાંગ લેનાર રશ્મિકા મંદન્નાએ કહ્યું કે તે RCBની ફેન છે અને તેણે આનું કારણ પણ આપ્યું છે. ટ્વિટર પર રશ્મિકાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

રશ્મિકાએ RCBને પોતાની ફેવરિટ ટીમ ગણાવી છે અને કહ્યું છે કે તે ઈચ્છે છે કે RCB આ વખતે IPL ટાઈટલ જીતવામાં સફળ રહે. જણાવી દઈએ કે IPLના ઈતિહાસમાં RCBએ એકવાર પણ IPL ટાઈટલ જીત્યું નથી. આ સાથે જ અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ તેના ફેવરિટ ક્રિકેટર વિશે ખુલાસો કરતાં વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ગણાવ્યો હતો

આ વિશે વાત કરતાં રશ્મિકાએ કહ્યું હતું કે, 'હું બેંગ્લોર કર્ણાટકની છું. આ વખતે હું ગ્રાઉન્ડ પર જઈશ અને આરસીબીને રમતા જોઈશ." જ્યારે પૂછવામાં આવ્યું કે તમારો ફેવરિટ ખેલાડી કોણ છે, તો તેણે કહ્યું, "વિરાટ સર" મંદાનાએ કોહલી વિશે કહ્યું કે તેને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ છે, 'તે સ્વેગર છે, તે કમાલનો છે'. રશ્મિકા મંદન્નાના આ વીડિયોને ઘણા ઓછા સમયમાં હજારો લોકોએ લાઈક કર્યો છે. 

આઈપીએલની વાત કરીએ તો આરસીબીએ અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાં 4માં જીત અને 4માં હાર થઈ છે. RCB પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. આ આઈપીએલ અત્યાર સુધી કિંગ કોહલી માટે શાનદાર રહી છે. કોહલીએ અત્યાર સુધી 8 મેચમાં 333 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ