બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / No entry in Gujarat University without ID card, admission will be given only if vehicles have stickers

એક્શન / હવેથી ગુજરાત યુનિવર્સિટીમાં ID કાર્ડ વિના No Entry, વાહનોને પણ સ્ટીકર હશે તો જ પ્રવેશ અપાશે, જાણો અન્ય નિર્ણય

Malay

Last Updated: 01:55 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedadbad News: ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં બિનજરૂરી આવતા વ્યક્તિઓનો પ્રવેશ કરાયો બંધ, યુનિવર્સિટીઓમાં પ્રવેશવા સ્ટીકર સિસ્ટમ શરૂ કરાઈ.

  • ગુજરાત યુનિવર્સિટીના વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય
  • વિદ્યાર્થીઓ આઈકાર્ડ વગર નહીં મળે પ્રવેશ
  • વાહન પર સ્ટીકર હોય તે જ વાહનને પ્રવેશ આપવા નિર્ણય

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બહારથી આવીને સ્ટંટ કરતા નબીરાઓનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં નબીરાઓએ જોખમી રીતે અડધા ડઝન જેટલી કાર એક સાથે લાઈનમાં ચલાવી હતી. આ બાબતની ગંભીરતા દાખવીને હવે ગુજરાત યુનિવર્સિટીના વહીવટી તંત્ર દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વો પ્રવેશ ન કરે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સ્ટીકર પ્રથા અમલમાં મુકાઈ છે, આઈકાર્ડ ફરજિયાત કરાયા છે, સાથે જ રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરાયું છે.

VIDEO: ગુજરાત યુનિવર્સિટીની અંદર જ લાખોની કાર સાથે સીનસપાટા, કાફલામાં સ્ટંટ  સાથે Reels બનાવી | In Gujarat University the youth made reels with a fleet  of luxurious cars
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસનો વીડિયો થયો હતો વાયરલ

આઈકાર્ડ વગર નહીં મળે એન્ટ્રી
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશવા માટે હવે આઈકાર્ડ ફરજિયાત કરાયું છે. આઈકાર્ડ વગર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ વિદ્યાર્થીઓ હવે આઈકાર્ડ વગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચશે તો તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં. 

મુલાકાતીઓને રજિસ્ટરમાં એન્ટ્રી કરી અપાશે પ્રવેશ
ટ્રાયલ બેઝમાં અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને આઈકાર્ડ ફરજિયાત કરાયા છે. જ્યારે મુલાકાતીઓને રજિસ્ટરમાં એન્ટ્રી કરીને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં મુલાકાતીઓને રજિસ્ટ્રેશન કરાવીને એક ચિઠ્ઠી લખીને પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમોના અમલ માટે ગુજરાત યુનિવર્સિટીમાં આજથી ટ્રાયલ બેઝ પર ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અત્યારે યુનિવર્સિટીના 2 દરવાજા સિવાયના અન્ય દરવાજા બંધ કરાયા છે. જ્યારે હોસ્ટેલ તરફથી આવતા ગેટ પર બેરિકેડિંગ કરવામાં આવશે.

Topic | VTV Gujarati
ફાઈલ ફોટો

સ્ટીકર પણ કરાયા છે ફરજિયાત
આપને જણાવી દઈએ કે યુનિવર્સિટી દ્વારા અગાઉ સ્ટીકર દ્વારા પ્રવેશ આપવાનો નિણર્ય કરાયો હતો. યુનિવર્સિટીઓમાં પ્રવેશવા સ્ટીકર સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. વાહન પર સ્ટીકર હોય તે જ વાહનને પ્રવેશ આપવા નિર્ણય કરાયો હતો. 

સ્ટીકર લેવાનો અપાયો હતો આદેશ
આ નિર્ણય બાદ યુનિવર્સિટી દ્વારા ગૂગલ ફોર્મ તમામ વિભાગને મોકલવામાં આવ્યા હતા. જેમાં વિભાગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રોફેસર, કર્મચારીઓ સહિત તમામની વિગત મેળવવામાં આવી હતી. જે બાદ તમામને સ્ટીકર લેવા આદેશ પણ કરવા આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ