બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / no entry 2 these bollywood celebs starts shooting of the movie this year

બોલિવુડ / No Entry 2: ના સલમાન, અનિલ કપૂર કે ના ફરદીન, આ 3 સુપરસ્ટારની થશે સિક્વલમાં એન્ટ્રી

Manisha Jogi

Last Updated: 12:12 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનીસ બજ્મીની ફિલ્મ ‘નો એન્ટ્રી’ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવશે. આ ફિલ્મમાં અનિલ કપૂર, સલમાન ખાન અને ફરદીન ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

  • ફિલ્મ ‘નો એન્ટ્રી’ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી
  • મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવશે
  • ફિલ્મમાં આ 3 હીરો ભજવશે મુખ્ય ભૂમિકા

અનીસ બજ્મીની ફિલ્મ ‘નો એન્ટ્રી’ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર, સલમાન ખાન અને ફરદીન ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. બોની કપૂરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જે બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ કોમેડી મૂવીએ દર્શકોને ખૂબ જ એન્ટરટેઈન કર્યા હતા. ફેન્સ આતુરતાથી આ ફિલ્મની સીક્વલની રાહ જોઈ રહ્યા છે.

મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવશે. મીડિયા રિપોર્ટ અનુસાર બોની કપૂર ઝી સ્ટુડિયો સાથે ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવશે, અનીસ બજ્મી આ ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંજ લીડ રોલ પ્લે કરશે. મેકર્સે આ ફિલ્મની સ્ટારકાસ્ટ ફાઈનલ કરી દીધી છે. ફિલ્મની સ્ક્રિપ્ટિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

આગામી વર્ષે રિલીઝ થશે ફિલ્મ ‘નો એન્ટ્રી 2’
અનીસ બજ્મી અને બોની કપૂર છેલ્લા 6 મહિનામાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂર સાથે મુલાકાત કરી છે. આ ત્રણ સ્ટાર્સને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી ગઈ છે. ડિસેમ્બર 2024માં ફિલ્મ ‘નો એન્ટ્રી 2’નું કામ શરૂ થશે. વર્ષ 2025માં ફિલ્મ ‘નો એન્ટ્રી’ને 20 વર્ષ પૂરા થશે, ત્યારે ફિલ્મ ‘નો એન્ટ્રી 2’ રિલીઝ કરવામાં આવશે. 

વધુ વાંચો: રામ મંદિરના નિર્માણ બાદ TV પર ફરીવાર શરૂ થશે રામાનંદ સાગરની 'રામાયણ', આ ચેનલ પર કરાશે પ્રસારિત

આ ફિલ્મમાં ત્રણ મુખ્ય હીરોની સાથે અન્ય કાસ્ટ ફાઈનલ કરવામાં આવી નથી. હાલમાં વરુણ ધવન તેમની અપકમિંગ ફિલ્મ માટે શશાંક ખૈતાન અને ડેવિડ ધવન સાથે શુટીંગ કરી રહ્યા છે. અર્જુન કપૂર હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ના શુટીંગમાં બિઝી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ