બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / NITISH KUMAR RESIGNS: REASONS BEHIND THE BREAK UP BETWEEN BJP AND JDU

ઈલેક્શનાલિસિસ / 26 વર્ષમાં ત્રીજું સૌથી મોટું બ્રેક-અપ: પાંચ વર્ષથી 'શાંત' નીતિશ કુમારે આ 5 કારણોથી છોડ્યો ભાજપનો સાથ

Parth

Last Updated: 07:14 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Political Crisis : બિહારના CM નીતિશ કુમારે રાજીનામું (Nitish Kumar Resigns As Bihar CM) આપતા રાજકારણ ગરમાયું છે અને ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે.

રાજકારણમાં કહેવાય છે કે કોઈ કોઈનું દુશ્મન કે મિત્ર હંમેશા રહેતું નથી, આ વાત નીતિશ કુમારે વારંવાર સિદ્ધ કરી બતાવી છે. બિહારમાં એવી કોઈ પાર્ટી નથી જેની સાથે નીતિશ કુમારે સરકાર ન ચલાવી હોય, અને પાછી તમામ પાર્ટીઓ નીતિશને જ CM બનાવી સરકારમાં પાછળ રહેવા તૈયાર જ રહે છે. એવામાં એક બાજુ મહારાષ્ટ્રમાં ખેલ પાડીને જોશમાં આવી ગયેલ ભારતીય જનતા પાર્ટીને નીતિશ કુમારે ઝટકો આપ્યો છે, આ પહેલીવાર નથી જ્યારે નીતિશે ભાજપને દગો આપ્યો હોય, આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે. 

પહેલા ભાજપ સાથે ગઠબંધન પછી RJD-કોંગ્રેસ સાથે સરકાર અને પછી ફરી ભાજપ સાથે ગઠબંધન...આ છે નીતિશ કુમારનો રાજકીય સફર અને હવે નવો પડાવ ઉમેરાઈ ગયો છે જેમાં ભાજપ સાથે ગાંઠબંધન તોડી ફરી RJD-કોંગ્રેસ સાથે સરકાર બનવા જઈ રહી છે. વર્ષ 2020માં જ્યારે સરકાર બની ત્યારથી જ નીતિશ કુમારને ભાજપ સાથે ફાવતું ન હતું, અને વારંવાર નિવેદનબાજીઓ બાદ ગઠબંધન તૂટયું છે, રાજકીય વિશ્લેષકો માને છે કે નીતિશ કુમારને ડર હતો ઠાકરે પરિવાર જેવો હાલ ન થાય તે માટે ગઠબંધન તોડવું જરૂરી છે. છેલ્લા 26 વર્ષમાં આ ત્રીજી વાર છે જ્યારે નીતિશ કુમારે મોટું ગઠબંધન તોડ્યું છે, વર્ષ 2013માં પહેલીવાર ભાજપ સાથે છેડો ફાડ્યો તો 2017માં મહાગઠબંધન તોડી નાંખ્યું. ફરી પાછું હવે 2022માં NDA (ભાજપ ગઠબંધન) તોડ્યું છે. 

1. ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થઈ જાત! 
JDU નેતા RCP સિંહને ભાજપે મોદી કેબિનેટમાં સ્થાન આપ્યું, ઘણા નેતાઓએ કહ્યું કે નીતિશની મંજૂરી વગર જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. RCP સિંહ ભાજપની નજીક રહીને બિહારમાં કંઈક મોટું કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ વાત નીતિશ કુમારને મળતા જ તેમણે RCP સિંહ સામે તપાસ કરાવી અને કેસ કર્યો, RCP સિંહે રાજીનામું આપી દેવું પડ્યું. 

શરૂઆતમાં ભાજપ પાસે વધારે સીટો હોવા છતાં પોતે મુખ્યમંત્રીની ખુરશી નીતિશ કુમારને આપી, પણ જેમ જેમ નીતિશ કુમાર RJDની નજીક જઈ રહ્યા હતા તેમ ભાજપે તેમના પર પ્રહારો શરૂ કરી દીધા હતા. આટલું જ નહીં કેન્દ્રમાં RCP સિંહને પણ સારું સન્માન આપવામાં આવ્યું. RCP સિંહ સતત ભાજપ અને JDUના ધારાસભ્યોના સંપર્કમાં હતા, એવામાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકાર બનાવવામાં સફળ થયા તેવી જ રીતે બિહારમાં પણ થઈ શકે છે તે વાતનો ડર નીતિશ કુમારના મનમાં પેસી ગયો હોય તેવું બની શકે, જે બાદ જેમની સામે ભ્રષ્ટાચારના અનેક આરોપ લગાવ્યા એવા લાલુ યાદવ પરિવાર સાથે જ ફરી સરકાર બનાવવાનું નક્કી કર્યું.

PM મોદી અને નીતિશ કુમાર 

2. શરૂઆતથી જ નારાજગી હતી જ 
2020 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 121 બેઠક પર લડી અને 74 સીટો જીતી, જ્યારે JDU 122 પરથી લડી અને માત્ર 43 જ જીતી. એવામાં JDUએ આરોપ લગાવ્યો કે ચિરાગ પાસવાનને ઊભો કરીને ભાજપે જ JDUના વોટ કાપ્યા અને સીટો ઓછી કરાવી. આટલું જ નહીં ભાજપે નીતિશની નજીક ગણાતા સુશીલ મોદીને હટાવી નવા DYCM બનાવ્યા, એવામાં નેતાઓ આવ્યા જે અનેક વાર નીતિશ કુમાર સામે બોલતા રહ્યા. 

3. ભાજપનો પ્લાન 200 સુશાસન બાબુને ના ગમ્યો 
ભાજપ 'પ્લાન 200' પર તેજીથી કામ કરી રહી છે, ભાજપે 2025 વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી રાજ્યની 200 વિધાનસભા બેઠકો પર કાર્યક્રમ જાહેર કર્યા. JDU ને આ વાત પણ ન ગમી, કારણ કે ભાજપ હવે જુનિયર પાર્ટનરની જગ્યાએ સિનિયર પાર્ટનર બનવા જઈ રહી હતી. એવામાં નીતિશ કુમારને ભય હતો કે મહારાષ્ટ્રમાં શિવસેના જે હાલ થયા તેવા હાલ બિહારમાં ના થઈ જાય.  

4. નડ્ડાએ નિવેદન આપી નારાજગી વધારી 
જેપી નડ્ડાએ પણ અચાનક જ સૂચક નિવેદન આપ્યું હતું કે દેશમાં તમામ પાર્ટીઓ ખતમ થઈ જશે અને ભાજપ જ બચશે. આ વાતને પણ JDUએ ગંભીરતાથી લીધી. 

RJD નેતા તેજસ્વી યાદવ સાથે નીતિશ કુમાર 

5. 2024 માં PM પદ માટે પણ દાવો પ્રબળ 
નીતિશ કુમાર માટે કહેવાય છે કે ગઠબંધનમાં ચૂંટણી કોઈ બીજી પાર્ટી જોડે લડે છે અને સરકાર કોઈ બીજી પાર્ટી જોડે ચલાવી લે છે. જે નરેન્દ્ર મોદીને ભાજપે PM પદ માટે આગળ કરતાં નીતિશ કુમારે 17 વર્ષનું ગઠબંધન તોડ્યું હતું તે જ PM મોદીની સાથે પણ તેઓ બાદમાં જતાં રહ્યા. 2024 પહેલા અચાનક ફરીથી ભાજપથી મોહભંગ થતાં ભાજપ નેતા અને ગિરિરાજ સિંહ કહી રહ્યા છે કે પલટૂ રામને PM બનવું છે. વિપક્ષ પાસે હાલ તો કોઈ સંયુક્ત ચહેરો નથી પણ મમતા બેનર્જી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ જેવા નામો વચ્ચે વચ્ચે ચગાવવામાં આવે છે ત્યારે નીતિશ કુમારનું નામ પણ હવે ઉમેરાઈ જશે. 

 

U-TURNના કિંગ નીતિશ કુમારની સફર 

2000માં બન્યા મુખ્યમંત્રી 
બહુમત ન હોવા છતાં NDAની સરકારમાં મુખ્યમંત્રી બન્યા, 7 જ દિવસમાં સરકાર પડી ગઈ. UPAએ સરકાર બનાવી

2005
2005ની ચૂંટણીમાં એકેય ગઠબંધનને બહુમત ન મળ્યું, રામ વિલાસ પાસવાન પાસે 29 ધારાસભ્યો હતા પણ તે દલિત અથવા મુસ્લિમ મુખ્યમંત્રીની માંગ પર જીદ પદ ચડ્યા, છ મહિના સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું. ફરી ચૂંટણી થઈ અને NDAની સરકારમાં નીતિશ કુમાર CM બન્યા 

2010 
NDAને પ્રચંડ બહુમત મળ્યું અને નીતિશ કુમાર જ CM બન્યા 

2013 
ભાજપે નરેન્દ્ર મોદીને PM પદ માટે આગળ કર્યા તો નારાજ નીતિશ કુમારે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાંખ્યું 

2014
નીતિશ કુમારની પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ પ્રદર્શન કરતાં CM પદ પરથી રાજીનામું આપી દીધું 

2015 
જીતન રામ માંઝીને હટાવી ફરી CM બન્યા, RJD સહિતની પાર્ટીઓ સાથે ચૂંટણી લડી અને CM બન્યા 

2017 
લાલૂ યાદવના દીકરા તેજસ્વી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા તો તેમણે રાજીનામું માંગ્યું, ન આપ્યું તો પોતે ગઠબંધન તોડી ભાજપ સાથે જતાં રહ્યા 

2020-22 
ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી અને જીત્યા, 2022માં ફરી સાથ છોડ્યો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ