બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / New Zealand PM Jacinda Ardern's resignation announcement

BIG NEWS / ન્યૂઝીલેન્ડના PM જેસિંડા અર્ડર્નનું રાજીનામાંનું એલાન: ભાવુક ભાષણમાં કહ્યું- હવે ઉર્જા નથી બચી

Priyakant

Last Updated: 07:31 AM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેસિંડા અર્ડર્ને કહ્યું કે, હું ચૂંટણી નહીં લડું, પરંતુ હું જાણું છું કે, ન્યૂઝીલેન્ડના લોકોને અસર કરતા મુદ્દાઓ આ વર્ષે અને ચૂંટણી સુધી સરકારના ધ્યાન પર રહેશે

  • ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને તેમના રાજીનામાની જાહેરાત કરી
  • ફેબ્રુઆરીની શરૂઆતમાં હુંમારુ રાજીનામુ આપીશ: જેસિંડા અર્ડર્ન
  • મારા માટે આ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે: જેસિંડા અર્ડર્ન

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, તે હવે ચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું કે, તે ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજીનામું આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેસિંડા અર્ડર્ને કહ્યું કે, હું ચૂંટણી નહીં લડું, પરંતુ હું જાણું છું કે, ન્યૂઝીલેન્ડના લોકોને અસર કરતા મુદ્દાઓ આ વર્ષે અને ચૂંટણી સુધી સરકારના ધ્યાન પર રહેશે.

ફાઇલ તસવીર 

શું કહ્યું જેસિંડા અર્ડર્ને? 
જેસિંડા અર્ડર્ને કહ્યું કે, તેઓ હજુ પણ માને છે કે, ન્યુઝીલેન્ડની લેબર પાર્ટી આગામી ચૂંટણી જીતશે. જેસિંડા અર્ડર્ને કહ્યું કે, આગામી સામાન્ય ચૂંટણી 14 ઓક્ટોબરે યોજાશે અને ત્યાં સુધી તે મતદાર સાંસદ તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે. હું રાજીનામું એટલે નથી આપી રહી કારણ કે મને હારનો ડર છે. પરંતુ અમને વિશ્વાસ છે કે, અમે આગામી ચૂંટણી પણ જીતીશું.

ક્યારે આપશે રાજીનામુ ? 
જેસિંડા અર્ડર્ને કહ્યું કે, તે 7 ફેબ્રુઆરી પહેલા રાજીનામું આપી દેશે. નાયબ વડાપ્રધાન ગ્રાન્ટ રોબર્ટસને કહ્યું કે, તેઓ તેમનું નામ આગળ નહીં મૂકે. ન્યુઝીલેન્ડના પીએમ જેસિંડા અર્ડર્ને કહ્યું કે, તેમના રાજીનામા પાછળ કોઈ રહસ્ય નથી. તેના બદલે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, હું પણ એક માણસ છું અને અમે અમારાથી બને તેટલું શ્રેષ્ઠ આપીએ છીએ. પરંતુ મારા માટે આ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.

હું જઈ રહી છું ...... 
જેસિંડા અર્ડર્ને કહ્યું કે, હું હવે જઈ રહી છું. કારણ કે આવા પદ સાથે ઘણી જવાબદારી આવે છે. આ સાથે જવાબદારી પણ આવે છે કે, તમે એ પણ નક્કી કરો કે તમે નેતૃત્વ માટે ક્યારે યોગ્ય છો અને ક્યારે નહીં? ન્યુઝીલેન્ડના પીએમએ કહ્યું કે, 2022ના અંતમાં મેં વિચાર્યું કે, મારે પીએમ રહેવાનું શું કારણ છે. આ પછી મેં નક્કી કર્યું કે, હવે રાજીનામુ આપી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, મારા રાજીનામાનું કારણ એ પણ નથી કે મારા માટે સરકાર ચલાવવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, મારી જાહેરાત બાદ સરકારી એજન્સીઓ અને રાજકીય પક્ષોને આયોજન અને તૈયારીમાં મદદ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ