બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / NEW VARIANT OF CORONA VIRUS IS FOUND

કોરોના / કોરોનાની બીજી લહેર માટે જવાબદાર વેરિયન્ટમાં આવ્યો એવો બદલાવ કે વૈજ્ઞાનિકો પણ થઈ ગયા આશ્ચર્યચકિત

ParthB

Last Updated: 03:37 PM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમણાં થયેલા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે T478K મ્યુટેશનના લીધે એક B.1.1.222 વેરિયન્ટ સૌથી ખતરનાક સાબિત થયો છે. જે સૌથી વધુ અને ઝડપી સંક્રમણ ફેલાવી રહ્યો છે.

  • કોરોના વાયરસના નવા વેરિયન્ટમાં મળેલ સબ ટાઈપ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે 
  • સૌ પ્રથમ મેક્સિકોમાં આ વેરિયન્ટ મળ્યો હતો 
  • મેક્સિકો સિવાય દુનિયાના ઘણા બધા દેશોમાં હતો આ વેરિયન્ટ

કોરોના વાયરસના નવા વેરિયન્ટમાં મળેલ સબ ટાઈપ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે 
ભારતમાં કોરોનાનો નવી વેરિયન્ટ B.1.1.222 ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે ઘણું ચિંતાજનક છે. તેના પાછળ T478K મ્યુટેશન જવાબદાર છે અને તેના પર હાલ દુનિયાની ઘણી બધી લેબોરેટરી કામ કરી રહી છે. ચિંતાનું કારણ એ છે કે T478K મ્યુટેશન વિશે હજી કોઈને વધુ જાણકારી નથી. પણ વિચારવા જેવી બાબત એ છે કે આ T478K મ્યુટેશન B.1.617ના બીજા કોઈ સબ ટાઈપમાં જોવા નથી મળ્યો

સૌ પ્રથમ મેક્સિકોમાં આ વેરિયન્ટ મળ્યો હતો 
રિસર્ચ અનુસાર ઝડપથી ફેલાઈ રહેલા આ મેક્સીકન વેરિયન્ટમાં T478K મ્યુટેશન છે. માનવામાં આવે છે કે આ વેરિયન્ટને લીધે સંક્રમણ ફેલાઈ રહ્યું છે. એક્સપર્ટ અનુરાગ અગ્રવાલે આ વાતની ખાતરી કરીને કહ્યું કે T478K મ્યુટેશન પર વધુ રિસર્ચ ચાલી રહ્યું છે. તેમણે ગયા અઠવાડિયે કહ્યું કે B.1.617.1 માં E482Q મ્યુટેશન ન્યૂટ્રલઇઝેશન રિડક્શન વધુ હતું જે  સેલ વધારવામાં મદદ કરે છે. પણ હાલમાં આ મ્યુટેશન તેમાં દેખાઈ નથી રહ્યું પણ એક T478K મ્યુટેશન તેમાં જોવા મળ્યું છે. પણ તેના વિશે હજી વધારે ખ્યાલ કોઈને નથી. જયાં સુધી બરાબર ખાતરી ના થાય ત્યાં સુધી અમે કોઈ તારણ પર ન આવીએ. 

મેક્સિકો સિવાય દુનિયાના ઘણા બધા દેશોમાં હતો આ વેરિયન્ટ 
અગ્રવાલે કેમ્બ્રિજ યુનિવર્સિટીના રવીન્દ્ર ગુપ્તા સાથે મળીને B.1.617ના એન્ટિબોડી સામે ઘણા રિસર્ચ કર્યા છે. અને એક રિપોર્ટ અનુસાર ઓકટોબર 2020 થી આ સંક્રમણ ફેલવવાનું શરૂ થયું છે. જેને સૌથી વધુ સંક્રમણ કરનાર વાયરસ તરીકે ઓળખ્યો છે. તેમણે કહ્યું છે કે આ સંક્રમણ પર ચિંતા કરવી એ સ્વાભાવિક છે. મેક્સિકો સિવાય મ્યુટેશન અમેરિકા, જર્મની, સ્વીડન અને સ્વિટઝરલેન્ડમાં જોવા મળેલ છે.   

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ