ગુનેગારોને પકડવા તેમજ કોઇ પણ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે CCTV કેમેરા આજે પોલીસને વધુ ને વધુ ઉપયોગી થઇ રહ્યા છે. CCTV પોલીસ માટેનું ત્રીજું નેત્ર છે, જે તેમને ડિટેક્શનમાં વધુ ને વધુ ઉપયોગી સાિબત થઇ રહ્યું છે. CCTV ફૂટેજ વગર પણ પોલીસ ડિટેક્શન કરી શકે છે, પરંતુ તેમાં તેમને જોઇએ તેવી સફળતા મળી શકતી નથી અને જો સફળતા મળે તો બહુ સમય વીતી જાય છે. ત્યારે અમદાવાદ પોલીસ હાઇ ટેક થઇ રહી છે ત્યારે શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ચાર હજાર CCTV કેમેરા નાખવાની તૈયારી પણ કરી લીધી છે. ગુનેગારો ઉપર વોચ રાખવાની સાથે-સાથે હવે CCTV કેમેરા પોલીસ ઉપર પણ નજર રાખવાનું કામ કરી શકશે.
શહેરમાં ક્રાઈમ રેટને રોકવા માટે એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ઉપર CCTVલગાવાશે
શહેરને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરાથી આવરી લેવાયું હોવા છતાંય ચેઇન સ્નેચિંગ, લૂંટ, મારામારી, છેડતી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. શહેરમાં વધતા જતા ક્રાઇમ રેટને રોકવા માટે અને પ્રજાને તેમના ઉપર વિશ્વાસ આવે તે માટે પોલીસ હવે વિશ્વાસ પ્રોજેક્ટ લાવી રહી છે, જેમાં શહેરના તમામ ખૂણાને CCTV કેમેરાથી આવરી લેવાશે. શહેરમાં એન્ટ્રી થતા તમામ પોઇન્ટ ઉપર CCTV કેમેરા રહે છે, જે તમામ ગતિવિધ ઉપર નજર રાખશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા ભાગના ક્રિમિનલ બહારનાં રાજ્ય તેમજ શહેરના હોય છે, જે અમદાવાદમાં આવીને ગંભીર ઘટનાને અંજામ આપે છે અને તે પછી નાસી જાય છે, જેથી એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ઉપર CCTV લગાવાશે.
ચાર હજાર CCTV કેમેરાનું મોિનટિરંગ પોલીસ હેડ ક્વાર્ટરથી કરવામાં આવશે, જેના માટે સ્પેશિયલ ટીમ પણ ફાળવવામાં આવશે, સાથો સાથ 7 ઝોનના ડીસીપીની ઓફિસમાં પણ િમની કંટ્રોલરૂમ બનાવવામાં આવશે, જે તેમના વિસ્તારનું મોિનટિરંગ કરશે. પોલીસે આ પ્રોજેક્ટ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર અને અતિસંવેદનશીલ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ ગુના થઇ રહ્યા છે ત્યાં અમલમાં મૂકવામાં આવશે. પોલીસ અને પ્રજા વચ્ચે એક વિશ્વાસ જળવાઇ રહે તે હેતુસર પોલીસનો વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે, જે આવનારા દિવસોમાં ક્રાઇમ રેટ પર કંટ્રોલ લાવવા માટે વધુ ને વધુ ઉપયોગી સાબિત થશે.
CCTV કેમેરા બીજો ઉદ્દેશ આળસુ પોલીસ કર્મીઓને સુધારવાનો છે
પોલીસ એકસાથે શહેરમાં 4000 હજાર હાઇ ડેફિનેશનના CCTV કેમેરા લગાવી રહી છે, જેમાં અલગ અલગ મોડ રહેલા છે. CCTV કેમેરા લગાવવા પાછળનો ઉદ્દેશ પોલીસની કામચોરીનો પણ રહેલો છે. નાઇટ ડ્યૂટીના બહાને પોલીસ કર્મચારીઓ ગણતરીના સમય સુધી ડ્યૂટી નિભાવીને પોતાના નિવાસસ્થાન અથવા તો પોલીસ ચોકીમાં જઇને સૂઈ જાય છે. પોલીસની આ અદભુત કામગીરીના કારણે મોડી રાતે ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપીને ગુનેગારો નાસી જાય છે. પોલીસની આ આળસુ કામગીરીને સુધારવા માટે પણ CCTV કેમેરા રામબાણ ઇલાજ સાબિત થશે. જો કોઇ પોલીસ કર્મચારી ડ્યૂટી પર હોવા છતાંય નિયત કરેલા સ્પોટ ઉપર હાજર નહીં હોય તો CCTV કેમેરામાં તે કેદ થઇ જશે અને તરત જ તે પોલીસ કર્મચારી વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી તેમજ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવશે.