બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / national operation ajay second flight carrying 235 indian nationals from israel lands at delhi airport

ઓપરેશન અજય / વધુ 235 ભારતીયોને લઈને ઈઝરાયલથી દિલ્હી પહોંચી બીજી ફ્લાઇટ, હજુ પણ 18 હજારથી વધુ લોકો ફસાયેલા

Malay

Last Updated: 08:00 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Ajay: 'ઓપરેશન અજય'ની બીજી ફ્લાઈટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી, આ વિમાનમાં 235 ભારતીય નાગરિકો હતા સવાર

  • ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે 'ઓપરેશન અજય'
  • આજે સવારે બીજી ફ્લાઇટ પહોંચી દિલ્હી
  • અત્યાર સુધીમાં 447 ભારતીયોને લવાયા પરત 

Operation Ajay: ઈઝરાયલ હમાસ યુદ્ધ થોભવાનું નામ નથી લઈ રહ્યું. હમાસના હુમલા બાદ હવે ઈઝરાયલ આક્રમક બન્યું છે અને ગાઝા પટ્ટી પર સતત અટેક કરી રહ્યું છે. ઈઝરાયલની તરફથી સતત ગાઝા પટ્ટી પર બોમ્બ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આશરે 11 લાખ લોકોને ઘર છોડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પશ્ચિમી દેશો ઈઝરાયલનું સમર્થન કરી રહ્યાં છે. આ યુદ્ધને કારણે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય આદર્યું છે. 

સવારે દિલ્હી એરપોર્ટ બીજી ફ્લાઈટે કર્યું લેન્ડિંગ
ઓપરેશન અજયની બીજી ફ્લાઇટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. આ વિમાનમાં 235 ભારતીય નાગરિકો સવાર હતા, જેઓએને ઈઝરાયલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં 447 ભારતીયોને પરત લવાયા છે. 

શુક્રવારે રાત્રે ભરી હતી ઉડાન
ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઇટે સ્થાનિક સમય મુજબ (ઈઝરાયલ) શુક્રવારે રાતે 11.02 વાગ્યે ઉડાન ભરી હતી. ઈઝરાયલમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન હજુ ચાલુ રહેશે. ઈઝરાયલમાં લગભગ 18,000થી વધુ ભારતીય નાગરિકો રહે છે.

ગઈકાલે આવ્યા હતા 212 ભારતીયો
આ પહેલા ઇઝરાયલથી ભારતીય નાગરિકોની વાપસીની સુવિધા માટે પહેલી ચાર્ટર ફ્લાઇટ ગુરુવારે મોડી સાંજે બેન ગુરિયન એરપોર્ટથી ભારત માટે રવાના થઈ હતી અને શુક્રવારે સવારે ભારતની રાજધાની દિલ્હી પહોંચી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીય નાગરિકો સવાર હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ