ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નવા નાણાંકીય વર્ષના પહેલા જ દિવસે ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

ભાવ વધારો / નવા નાણાંકીય વર્ષના પહેલા જ દિવસે ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Last Updated: 07:59 AM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષનો પ્રભાવ દેશમાં દેખાઈ રહ્યો છે. આજે 1 એપ્રિલ એટલે કે નવા નાણાંકીય વર્ષના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને જેના લીધે વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

ADVERTISEMENT

LPG Price Hike: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના પ્રભાવ હવે ભારતના બજારમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે LPGના દરોમાં વધારો નોંધાયો છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો મોંઘો

આજથી એટલે કે 1 એપ્રિલથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો છે. હવે દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 2078.50 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જે પહેલા કરતા 195.50 રૂપિયા વધારે છે. આ વધારાએ ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓને અસર કરી છે. અને જેની સીધી અસર સામાન્ય નાગરિકના ખિસ્સાને પણ પડશે.

વૈશ્વિક પરિસ્થિતિનો સીધો પ્રભાવ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં અવરોધ ઉભો થયો છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જે સીધો અસરરૂપે LPGના ભાવમાં પણ દેખાઈ રહ્યો છે.

ઘરેલુ ગ્રાહકો માટે રાહત યથાવત

આ વધારાનો અસર ઘરેલુ LPG પર હાલમાં નથી. 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે દિલ્હીમાં 913 રૂપિયા પર યથાવત છે. જોકે 7 માર્ચે તેમાં 60રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 1 એપ્રિલથી તમારા ખિસ્સા પર 'સર્જિકલ સ્ટ્રાઈક': ATM, ટેક્સ અને ગેસ સિલિન્ડર સહિત 8 નિયમો બદલાશે

દર મહિને ભાવમાં ફેરફારની પ્રણાલી

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે આંતરરાષ્ટ્રીય દરો અને વિનિમય દરના આધારે LPG અને ATFના ભાવમાં સુધારા કરે છે. આથી આવનારા સમયમાં પણ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવમાં ફેરફાર શક્ય છે. આવનાર દિવસોમાં જો વૈશ્વિક તણાવ યથાવત રહેશે તો ઈંધણના ભાવમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. જેનો સીધો પ્રભાવ સામાન્ય જનજીવન પર પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Price Hike Commercial cylinder rate LPG ભાવ વધારો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ