બ્રેકિંગ ન્યુઝ
VTV / nagaur shootout sandeep bishnoi killing lawrence bishnoi bamiha group gangwar
Dhruv
Last Updated: 01:16 PM, 20 September 2022
ADVERTISEMENT
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ હવે નાગૌરમાં ગેંગસ્ટર સંદીપ બિશ્નોઇ ઉર્ફે સેઠીની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. સંદીપ બિશ્નોઇની હત્યાની જવાબદારી કૌશલ ચૌધરી અને બંબીહા ગેંગે લીધી છે. આ ગેંગ લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરારની દુશ્મન ગેંગ છે. ત્યારે નાગૌર શૂટઆઉટ બાદ હવે વધુ એક ગેંગવોરના ભણકારા વાગી રહ્યાં છે.
ADVERTISEMENT
સંદીપ બિશ્નોઇની ધોળા દહાડે 9 ગોળી મારીને હત્યા કરી દેવાઇ
તમને જણાવી દઇએ કે, સંદીપ બિશ્નોઇને સોમવારના રોજ નાગૌર કોર્ટમાં સુનાવણી માટે લઇ જવાયો હતો. એ દરમ્યાન સુનાવણી બાદ જેવો તે બહાર આવ્યો કે તુરંત ધોળાદિવસે હુમલાખોરોએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી. હુમલાખોરોએ સંદીપને 9 ગોળી મારી દીધી, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જણાવ્યું કે, સંદીપને નાગૌર કોર્ટમાં સુનાવણી માટે લવાયો હતો, પરંતુ અચાનક કેટલાક હુમલાખોર આવ્યા અને તેઓએ ધોળાદહાડે તેની પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરો બ્લેક કલરની સ્કોર્પિયોમાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં ગેંગસ્ટર સંદીપના ત્રણ સાથી અને એક વકીલ પણ ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત ગંભીર છે, જેઓની હાલ જોધપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સંદીપ બિશ્નોઈની હત્યા બાદ હવે ગેંગવોર પણ શરૂ થઈ ગયો છે. મે મહિનામાં સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ બંબીહા ગેંગનો આ મોટો વળતો હુમલો છે.
ફેસબુક પર લખ્યું- 'દરેકનો હિસાબ થશે'
આ હત્યાની જવાબદારી બંબીહા ગેંગ અને કૌશલી ચૌધરી ગેંગે લીધી છે. તમને જણાવી દઇએ કે, બંબીહા ગેંગને દવિન્દર ચલાવતો હતો કે જેને 2016માં એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. પરંતુ તેની ગેંગ હજુ પણ સક્રિય છે. આર્મેનિયામાં બેસીને લક્કી પટિયાલા પોતાની ગેંગ ચલાવે છે.
સંદીપ બિશ્નોઈની હત્યા બાદ દવિન્દર બંબિહા નામના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, 'બધા ઠીક થઈ ગયા છે વીરો. બધા કહેતા હતા કે બંબીહા ગ્રુપ માત્ર પોસ્ટ મૂકે છે, કંઈ કરતું નથી. જુઓ હવે બધાનો એકસાથે હિસાબ થશે. બસ વેઇટ ઍન્ડ વૉચ. જુઓ હવે શું-શું થાય છે?'
'એવો બદલો લઇશું કે ઇતિહાસમાં દાખલ થશે'
ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે 5 ઓગસ્ટના રોજ ફિલિપાઈન્સમાં બંબીહા ગેંગના એક ગેંગસ્ટરની હત્યા કરી દેવાઇ આવી હતી. જેની જવાબદારી ગોલ્ડી બરાડે લીધી હતી. આ હત્યા બાદ ગોલ્ડી બરાડે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ફરાર દીપક મુંડીનો ઓડિયો મેસેજ જાહેર કર્યો હતો. આ ઓડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, 'જે હાલ મૂસેવાલાના થયા, તે બધા સાથે થશે.' આ ઓડિયોમાં કૌશલ ચૌધરી, બંબીહા ગેંગ અને બવાનિયા ગેંગને 'ટુચ્ચા ગુંડા' પણ કહેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, 'કૌશલ અને બંબીહા ગેંગને ખતમ કરી ઈતિહાસમાં નોંધાઈ જાય તે રીતે બદલો લેવામાં આવશે' તેવી ધમકી પણ આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.