બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / mumbai-corona-live-updates-mini-lockdown-maharashtra-update-police-e-pass-

કોવિડ 19 / મહારાષ્ટ્રમાં કોરોના હવે નિયંત્રણ 'બહાર', મોતના આંકડા 300ને પાર

Nirav

Last Updated: 09:40 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં કોરોનાના કેસના લીધે પરિસ્થિતિ ઘણી ચિંતાજનક થઈ ગઈ છે અને અહીં રોજબરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવઇ રહ્યા છે.

  • કોરોનાને લઈને મહારાષ્ટ્રમાં ચિંતા વધી 
  • રાજ્યમાં લાગૂ કરાયું છે મિની લોકડાઉન 
  • ઘણા પ્રતિબંધો લાગૂ કરી દેવામાં આવ્યા છે

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં હાલમાં મિની લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલી રહી છે, અને અહીંની પરિસ્થિતિ ઘણી ચિંતાંજનક થઈ ગઈ છે, જો કે આ વખતે પહેલાના જેવી કડકાઇ નથી રાખવામાં આવઇ, જો કે તો પણ ઘણા પ્રતિબંધો લાગૂ કરી દેવામાં આવ્યા છે. 

મુંબઈમાં કોરોનાના 8270 નવા કેસ 

મહત્વનું છે કે આજે પણ મહારાષ્ટ્રમાં 61,695 કોરોનાના કેસ સામે આવ્યા હતા, અને 349 લોકોના મોત નીપજયાં હતા. હાલના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 5,87,478 લોકો હોમ કવોરંટીન છે , જ્યારે કે 27,273 લોકો સરકારી કવોરંટીનમાં છે. હાલમાં મહારાષ્ટ્રમા 6,20,060 જેટલા એક્ટિવ કેસ બન્યા છે,  એકલા મુંબઈમાં જ 8270 નવા કેસ આવ્યા હતા અને 49 લોકોના મોત થયા હતા. 

શું છે મુંબઈના હાલ ?

મુંબઇમાં કોરોનાના લીધે પરિસ્થિતિ વણસતા અહીની જસલોક હોસ્પિટલને કોરોના હોસ્પિટલ બનાવી દેવાઈ છે અને આની સિવાય બીએમસીએ ટ્રાઈડેન્ટ હોટેલ અને બીકેસીને પણ કોરોનાના ઉપયોગ માટે તૈયાર કરી છે. જે દર્દીઓ ઓછા ગંભીર છે, તેમને અહીં શિફ્ટ કરવામાં આવશે, એટલે કે જેને આઇસીયુ અથવા ઓક્સિજનની જરૂર નથી, તે અહીં શિફ્ટ થઈ શકે છે. 

મુંબઈના ડબ્બાવાળા પરેશાન 

મુંબઈના પ્રખ્યાત ડબ્બાવાલા ફરીથી આર્થિક સંકટની સામે ઝઝૂમી રહ્યા છે, એવામાં તેમણે રાજ્ય સરકારની પાસેથી મદદ માંગી છે, તેમના પ્રવક્તા વિષ્ણુ કલડોકેનું કહેવું છે કે કુલ 5000 જેટલા ડબ્બાવાલામાંથી હાલમાં માત્ર 400-500  જ અત્યાર સુધીમાં કામ કરી રહ્યા હતા અને નવા પ્રતિબંધો આવઇ જવાના લીધે હવે માત્ર 200-250 લોકોજ કામ કરી રહ્યા છે. એવામાં અમે રાજ્ય સરકારને અપીલ કરી રહ્યા છીએ કે અમને આર્થિક મદદ કરવામાં આવે. 

મિની લોકડાઉન લાગૂ છે 

મહત્વનું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ પ્રદેશમાં મિની લોકડાઉન જેવા પ્રતિબંધો વાળી નવી ગાઈડલાઇન લાગૂ કરી છે, આ પ્રતિબંધો બુધવારે રાત્રે 8થી લાગૂ થઈ ગયા છે. મહત્વનું છે કે આમાં બજારો સહિતનું ઘણું બધુ બંધ છે, પણ જો કોઈ ઇમરજન્સી છે, તો લોકો બહાર નીકળી શકે છે અને તેમને રોકવામાં નહીં આવે. મુંબઈની હોસ્પિટલોમાં ઑકિસજનની અછત છે, જેના લીધે પ્રદેશ સરકાર દ્વારા કેન્દ્ર પાસેથી મદદ માંગવામાં આવી હતી. સુરતથી પણ ઓક્સિજનની સપ્લાય કરવાના અહેવાલ હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ