બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni shocks ahead of IPL 2024 makes new announcement in Facebook post, fans' heart rate rises

સ્પોર્ટસ ન્યૂઝ / IPL 2024 પહેલા MS ધોનીએ ચોંકાવ્યા, ફેસબુક પોસ્ટમાં કર્યું નવું એલાન, ચાહકોના ધબકારા વધ્યા

Vishal Dave

Last Updated: 07:24 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, 'નવી સીઝન અને નવા 'રોલ'ની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!' આ પોસ્ટમાં માહીએ તેનો નવો રોલ શું હશે તેનો ખુલાસો કર્યો નથી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને ચાહકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. ધોનીએ સંકેત આપ્યો છે કે તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024માં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે. ધોનીની આ પોસ્ટે ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે.

ચાહકોમાં વધ્યુ સસ્પેન્સ 

ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, 'નવી સીઝન અને નવા 'રોલ'ની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!' આ પોસ્ટમાં માહીએ તેનો નવો રોલ શું હશે તેનો ખુલાસો કર્યો નથી. આવી સ્થિતિમાં ચાહકોમાં સસ્પેન્સ વધી ગયું છે.

શું છે ધોનીની ફેસબુક પોસ્ટમાં 

 

ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 5 વખત ખિતાબ જીત્યો હતો.
તમને જણાવી દઈએ કે 42 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ તે આઈપીએલમાં રમી રહ્યો છે. તેની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 5 વખત ખિતાબ જીતી ચૂકી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે ગત સિઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.
 

5 IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ

ધોનીના નામે 3 ICC ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે..2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી તેના નેતૃત્વમાં ટીમે જીતી હતી. તેના નામે 5 IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડમાં તે રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ) સાથે સંયુક્ત રીતે ટોચ પર છે.

આ સીવાય પણ આ રેકોર્ડ માહીના નામે 

માહી ભારતીય ટીમનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 60 ટેસ્ટ, 200 વનડે અને 72 T20 ઈન્ટરનેશનલ મેચમાં વિકેટ કીપિંગ કરી છે. તેની પાસે આ રેકોર્ડ અલગ-અલગ ફોર્મેટમાં છે. એક જ ODI મેચમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ સ્કોર (અણનમ 183) બનાવવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. આ રેકોર્ડ 31 ઓક્ટોબર 2005ના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમતી વખતે બન્યો હતો.

ધોનીની કેપ્ટનશિપનો રેકોર્ડ છે

ધોનીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી (ટેસ્ટ + ODI + T20) માં કુલ 332 મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. જે કેપ્ટન તરીકે સૌથી વધુ છે. રિકી પોન્ટિંગે 324 મેચમાં ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી. આ 332 મેચોમાંથી ધોનીએ 178 મેચ જીતી અને 120માં હારનો સામનો કરવો પડ્યો. 6 મેચ ટાઈ અને 15 ડ્રો રહી હતી.

માહી રન મામલે પણ અગ્રેસર 

માહીએ ટીમ ઈન્ડિયા માટે 90 ટેસ્ટમાં 4876 રન, 350 વનડેમાં 10773 રન અને 98 ટી20માં 1617 રન બનાવ્યા છે. તેણે 250 IPL મેચમાં 5082 રન બનાવ્યા છે. જેમાં 142 કેચ અને 42 સ્ટમ્પ પણ સામેલ છે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ