બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni playing Candy Crush, the app got more than 3 million downloads in 3 hours

ઐસી દિવાનગી! / MS Dhoni પ્લેનમાં રમી રહ્યો હતો આ ગેમ, VIDEO વાયરલ થતાં જ 3 કલાકમાં 30 લાખથી વધુ લોકોએ કરી લીધી ડાઉનલોડ

Megha

Last Updated: 03:13 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન માહી બિઝનેસ ક્લાસની જગ્યાએ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં ધોની પોતાના ટેબલેટ પર કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા હતા.

  • ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો ધોની
  • મહેન્દ્ર સિંહ ધોની પોતાના ટેબલેટ પર કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા
  • Candycrush સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ વિષય બની ગયો

દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપાયેલી નથી. આખી દુનિયામાં તેમને પ્રેમ કરનારા કરોડો લોકો છે. ધોની (ધોની વાયરલ વીડિયો) એક એવો ખેલાડી છે જે લાઈમલાઈટમાં રહે છે પછી ભલે તે મેદાનમાં હોય કે મેદાનની બહાર. હાલમાં કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પ્લેનનો છે. આ વિડિયો બતાવે છે કે ધોની તેની પ્લેન સફર દરમિયાન શું કરે છે

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nitika Jaiswal (@nitika0911)

ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો ધોની
હાલમાં કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પ્લેનનો છે. આ વિડિયો બતાવે છે કે ધોની તેની પ્લેન સફર દરમિયાન શું કરે છે. ધોનીના વાયરલ વીડિયોમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન માહી બિઝનેસ ક્લાસની જગ્યાએ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની પોતાના ટેબલેટ પર કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા હતા. ત્યારથી #CandyCrush સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. 

Candycrush સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ વિષય બની ગયો
તાજેતરમાં જ ધોની પત્ની સાક્ષી સાથે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો. તે ફ્લાઈટમાં કેન્ડી ક્રશ ગેમ રમવામાં વ્યસ્ત હતો.  માહીને કેન્ડી ક્રશ રમતા જોઈને સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ કેન્ડી ક્રશની ચર્ચા થવા લાગી અને #Candycrush સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ વિષય બની ગયો. વાયરલ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે માહી જે ગેમ રમી રહ્યો છે તે કેન્ડી ક્રશ નથી પરંતુ પેટ રેસ્ક્યુ સાગા છે. 

3 કલાકમાં 30 લાખ લોકોએ ડાઉનલોડ કર્યું
મહેન્દ્ર સિંહ ધોનીને કેન્ડી ક્રશ રમતા જોઈને લોકો પણ આ ગેમના દિવાના થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે ધોનીને કેન્ડી ક્રશ રમતા જોવા મળતા જ 3 કલાકની અંદર 30 લાખથી વધુ લોકોએ ગેમને ડાઉનલોડ કરી હતી. આટલું જ નહીં, ગેમિંગ કંપનીએ કેન્ડી ક્રશને ટ્રેન્ડ કરવા બદલ તેમનો આભાર માન્યો છે. 

આ સાથે જે વિડીયો વાયરલ થયો છે તેમ જ્યારે ધોની પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક એર હોસ્ટેસ ચોકલેટથી ભરેલી ટ્રે લઈને તેની પાસે પહોંચી અને તેને ચોકલેટ ઓફર કરી. આ જોઈને ધોની હસવા લાગે છે. ધોનીએ સ્માઈલ આપીને અલગ અલગ ચોકલેટમાંથી એક ચોકલેટ પસંદ કરી અને બાકીની પરત કરી દીધી. એર હોસ્ટેસના કહેવા છતા તેણે વધારાની ચોકલેટ લીધી નહીં.

ખુશીનું ના રહ્યુ ઠેકાણુ 
ધોની સાથેની મુલાકાત બાદ એર હોસ્ટેસની ખુશીના કોઈ ઠેકાણા જ નહીં હતા. તેણે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો. આ એર હોસ્ટેસ ફલાઈટમાં આખો દિવસ હસતી રહી હતી. તેણે પોતાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે.

ધોની ને કહ્યુ માય લવ 
નિકિતા એ જણાવ્યું કે, તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે પોતાના ઓલ ટાઈમ ક્રશ ધોનીને મળી. નિકિતા એ સોશિયલ મીડિયા પર ધોનીને ટેગ કરીને લખ્યું કે માય લવ. ધોની અને એર હોસ્ટસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે વીડિયોમાં ધોનીની બાજુમાં તેની પત્ની સાક્ષી પણ બેઠેલી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ