બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni helps a young cricketer in Ranchi by giving him a lift on a bike; VIDEO viral

ક્રિકેટ / MS ધોનીએ ફરીથી દિલ જીત્યું, રાંચીમાં એક યુવાન ક્રિકેટરને બાઇક પર લિફ્ટ આપીને મદદ કરી; VIDEO વાયરલ

Megha

Last Updated: 03:57 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ધોની તેનું ટ્રેનિંગ સેશન પૂરું કરીને યામાહા પર લોંગ ડ્રાઈવ પર જતો જોઈ શકાય છે. રસ્તામાં યુવા ક્રિકેટરને જોઈ માહીએ બાઇક રોકી અને તેને લિફ્ટ આપી હતી.

  • MS ધોનીનો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ
  • ટ્રેનિંગ સેશન પૂરું કરીને યામાહા પર લોંગ ડ્રાઈવ પર નીકળ્યો માહી 
  • ધોનીએ યામાહા RD350 બાઇક પર એક યુવાન છોકરાને લિફ્ટ આપી 

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ હંમેશા સમાચારમાં રહે છે. ધોનીને તેના ચાહકો માટે ખાસ લગાવ છે અને તે હંમેશા તેમને ખુશ કરવા માટે કંઈકને કંઈક કરે છે. ધોનીનો એક વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધોનીનો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ
આ વખતે ધોનીનો જે વીડિયો સામે આવ્યો છે તે જોયા બાદ ફેન્સના દિલમાં થાલા માટેનું સન્માન 10 ગણું વધી ગયું છે. વાસ્તવમાં આ વીડિયોમાં ધોની એક યુવા ક્રિકેટરને લિફ્ટ આપતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં કોઈ શકાય છે કે આ વખતે માહી યામાહા RD350 બાઇક પર એક યુવાન છોકરાને લિફ્ટ આપતો જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટને રાંચીની શેરીઓમાં ફરીને યુવા ચાહકોની ઈચ્છા પૂરી કરી.

ધોનીએ યુવા ક્રિકેટરને લિફ્ટ આપી
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ એ વાયરલ વીડિયોમાં ધોની તેનું ટ્રેનિંગ સેશન પૂરું કરીને યામાહા પર લોંગ ડ્રાઈવ પર જતો હતો અને એ સમયે રસ્તામાં તે એક યુવા ક્રિકેટરને જતો જુએ છે. જે બાદ વિડીયોમાં જોઈ શકાય છે કે તેને જોઈને ધોની તરત જ બાઈક રોકે છે અને તેને પાછળ બેસાડીને લિફ્ટ આપે છે. ધોનીના આ એક્શનથી યુવા ખેલાડીનો દિવસ બની જાય છે.

ધોનીએ તાજેતરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી
ધોનીએ તાજેતરમાં જ CSKને તેમનું પાંચમું IPL ટાઇટલ જીતવામાં મદદ કર્યા બાદ ઘૂંટણની સર્જરી કરાવી હતી. હાલમાં ધોની ક્રિકેટ એક્શનથી દૂર છે. 

ધોની આગામી IPL 2024માં ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળી શકે છે, પરંતુ અત્યારે ક્રિકેટથી દૂર છે. આ દરમિયાન ધોની તેની ફિટનેસ પર સતત કામ કરતો જોવા મળ્યો છે. જો ધોની ફિટ રહેશે તો તે ફરી એકવાર આઈપીએલમાં સુપર કિંગ્સનું નેતૃત્વ કરતો જોવા મળશે તેમાં કોઈ શંકા નથી. નોંધનીય છે કે આ વર્ષે માહીના નેતૃત્વમાં સુપર કિંગ્સે તેનું પાંચમું IPL ટાઇટલ જીત્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ