બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અજબ ગજબ / MS Dhoni drove Rolls Royce 1980 on the street of Ranchi

VIDEO / રાંચીના રસ્તા પર ધોનીએ વિંટેજ કાર દોડાવી, MSના ઉમંરથી એક વર્ષ છે મોટી ગાડી, કિંમત પણ ભભકાદાર

Vaidehi

Last Updated: 07:45 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોની રાંચીનાં રસ્તાઓ પર આ વિનટેજ કાર ફરાવતાં નજરે પડ્યાં. 43 વર્ષ જૂની આ લક્ઝરી કારને જોઈને ફેંસ ચોંકી ઊઠ્યાં.

  • એમ.એસ.ધોનીનો વીડિયો થયો વાયરલ
  • રાંચીમાં 43 વર્ષ જૂની કાર ચલાવતાં દેખાયા
  • ફેંસ વીડિયો જોઈ થઈ ગયાં ખુશ-ખુશ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જે પણ કરે છે તે ચોંકાવનારું હોય છે. મેદાનમાં ધૂમ મચાવતાં હોય કે નવી હેરસ્ટાઈલ કરાવી હોય, ફેંસ હંમેશા ધોનીને જોવા માટે ઉત્સુક રહેતાં હોય છે. ધોનીનાં બાઈક પ્રત્યેનાં પ્રેમ વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ હાલમાં તેઓ આ ગજબ વિનટેજ કારમાં ફરતાં નજરે પડ્યાં હતાં. જુઓ વીડિયો.

હાલમાં ધોની પોતાના હોમ ટાઉન રાંચીમાં પરિવાર સાથે સારો સમય વ્યતિત કરી રહ્યાં છે ત્યારે તેમનો એક વીડિયો વાયરલ થયો છે. રાંચીનાં રસ્તા પર ધોની પોતાની ઉંમરથી એક જ વર્ષ મોટી એટલે કે 43 વર્ષ જૂની કાર ચલાવતાં દેખાયા હતાં.

લક્ઝરી કાર અને બાઈક્સનાં શોખીન 
ભારતને 3 ICC ટ્રોફી આપનારાં ડબલ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એમ.એસ. ધોનીએ 1980નું રોલ્સ રોયસનું મોડલ ડ્રાઈવ કરતાં દેખાયા હતાં. કેપ્ટન કૂલને લક્ઝરી કાર અને બાઈક્સ ખૂબ પસંદ છે. તેમના ઘરમાં બાઈક્સને રાખવા માટે એક ખાસ હોલ પણ બનાવવામાં આવ્યો છે. હોલમાં એટલી બધી બાઈક્સ છે જેને જોઈને તે શૉ રૂમ લાગશે.

રોલ્સ રોયસની આ કારની કિંમત
જે વીડિયો વાયરલ થયો છે તેમાં ધોની જે રોલ્સ રોયસ ચલાવી રહ્યાં છે તેને 1980ની સાલમાં લૉન્ચ કરવામાં આવી હતી. આ પોતાના સમયની સૌથી મોંઘી અને લક્ઝરી કારમાં શામેલ થતી હતી. તે સમયે આ કારની કિંમત 75 લાખ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ