બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MP Rajesh Chudasma released a letter regarding Dr. Atul Chag's suicide

સહાનુભૂતિ / 'મારે મારા પર થયેલા આક્ષેપોનો ખુલાસો કરવો છે', ડૉ.અતુલ ચગના આપઘાત મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ પત્ર જાહેર કર્યો, જુઓ શું લખ્યું

Malay

Last Updated: 04:20 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડૉ.અતુલ ચગના આપઘાત મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ પત્ર જાહેર કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે, મેં ડૉ.અતુલ ચગ સાથે કોઈ પ્રકારનો આર્થિક વ્યવહાર કર્યો નથી. હું મારો નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું

  • ડૉ.અતુલ ચગના આપઘાતનો મામલો
  • રાજેશ ચુડાસમાના નામનો પત્ર વાયરલ
  • સહાનુભૂતિ દર્શાવતો પત્ર વાયરલ
  • 'ડૉ.અતુલ ચગ સાથે મારે ઘર જેવા સંબંધ'

વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગના આપઘાતને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો હોવા છતાં વેરાવળ પોલીસે સાસંદ વિરુદ્ધ FIR નોંધી નથી. જેથી મૃતકના પરિવારજનોએ ન્યાય માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. મૃતકના પરિવારજનોએ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યૂ કરી જવાબ માગ્યો છે. ત્યારે હવે આ મામલે તબીબના આપઘાત અંગે સહાનુભૂતિ દર્શાવતો પત્ર સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર કર્યો છે. 

સાંસદ રાજેશ ચુડાસમા

ડૉ.ચગના આકસ્મિક નિધનથી દુઃખની લાગણી અનુભવું છુંઃ સાંસદ
પત્રમાં તેઓએ જણાવ્યું છે કે, માણસ જ્યારે ઇશ્વરનો સંપર્ક નથી કરી શકતો ત્યારે તે ડોક્ટર અને પોલીસનો સંપર્ક કરે છે, એવા મારા પરિવારના અંગત સદસ્ય ગણી શકાય તેવા ડૉ.ચગના આકસ્મિક નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. તેમના નિધન બાદ થતી રોજબરોજની ચર્ચા બાબતે મારે ખૂબ જ સભાનતાથી આ ચર્ચાના સંદર્ભે સૌને સત્યથી માહિતગાર કરવા જોઈએ તેવું મને લાગતા આ પત્ર લખી રહ્યો છું. 

મારે મારા પર થયેલા આક્ષોપોનો ખુલાસો કરવો છેઃ ચુડાસમા
પત્રમાં સાસંદ ચુડાસમાએ લખ્યું છે કે, વ્યક્તિગત રીતે ડૉ.ચગ સાથે મારા પરિવારના 3 દાયકા એટલે કે 30 વર્ષોથી સંબંધ ચાલ્યા આવે છે, ડૉ.ચગ અંગત કારણોસર એકલા રહેતા, તેમના પત્ની/પુત્ર અંદાજે 15-20 વર્ષથી મહારાષ્ટ્રમાં રહે છે. સંબંધોમાં કરેલા કાર્યોની ચર્ચા ન હોય પરંતુ મન પડે તેવા વિચાર અને ચર્ચા કરતા માધ્યમોને લોકો વચ્ચે એ વાત કહેવી પડે કે, ડો. સાહેબને 15-17 વર્ષ સુધી અમારા ઘરનું ટીફીન જતું અને ત્યાં સુધી કે તેમના મૃત્યુના 1-2 દિવસ પહેલા તેમના અને તેમના સ્ટાફ માટે લાડુ અમારા ઘરેથી મંગાવેલ અને અમોએ મોકલેલ. સાહેબ અમારા પરિવારના સદસ્ય હતા. 

ડૉ.ચગના પુત્રને મેં 5 વર્ષની અંદર માત્ર 2 વખત જોયા હશેઃ ચુડાસમા
તેઓએ પત્રમાં વધુમાં લખ્યું ઓછે કે, 'હું ઇશ્વરની સાક્ષીએ એટલું કહું છું કે એક પણ જાતનો આર્થિક વ્યવહાર ડો.ચગ કે તેમના પુત્ર સાથે કરેલ નથી. ડો.ચગના પુત્રને છેલ્લા 2-5 વર્ષમાં માંડ એકદ/બે વખત જોયા હશે. હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું'

સવા મહિના બાદ મીડિયા સામે આવ્યા હતા સાંસદ 
આ કેસમાં ગઈકાલે સાંસદ રાજેશ ચુડાસમાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી. ગતરોજ સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે, ડોક્ટર ચગએ આત્મહત્યા કર્યા બાદ જે તેમના પરિવાર પર આફત આવી છે તે તેમને સહન કરવાની ભગવાન શક્તિ આપે. તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટર ચગથી અમારા પારિવારિક 35 વર્ષથી સંબંધો હતાં તેઓ એકાંત જીવન જીવતા તેમજ તે તેમના પરિવારથી દૂર રહેતા ત્યારે અમારા ત્યાંથી ટિફિન પણ જતું હતું. તેમણે ઉમેર્યું હતું કે, તેમના પુત્ર કરેલા આક્ષેપો પર પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમજ પોલીસ તંત્રને જ્યાં જરૂર પડે ત્યાં હું સહકાર આપવા માટે તૈયાર છું તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરૂ છું.

મૃતક ડૉ.અતુલ ચગ

શું હતો સમગ્ર મામલો?
12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવણ ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમણે બે લીટીની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાના કારણે જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. જે બાદ જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહીની પરિવારે માગ કરી હતી.

અતુલ ચગના પુત્ર અને વકીલ  ચિરાગ કક્કડ

પોલીસે ફરિયાદ ન નોંધતા પરિવાર પહોંચ્યો HCમાં 
ડોક્ટરના પુત્ર હિતાર્થે 17 ફેબ્રુઆરીના રોજ વેરાવળ સિટી પોલીસમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને તેમના પિતા નારણભાઇ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. જોકે, પોલીસે ફરિયાદ નહોતી લીધી. ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત કરવા છતાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી. જેથી તેમના પરિવારે હાઈકોર્ટ કોર્ટ ઓફ કન્ટેમ્પટની એપ્લિકેશન ફાઈલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ