નોકરીયાત લોકોનું જ્યારે ટ્રાન્સફર થાય છે ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહનના રી-રજિસ્ટ્રેશનમાં ઘણી પરેશાની થાય છે. ત્યારે સરકારે હવે મોટી રાહત આપી શકે છે.
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહન લઈ જવામાં મળી શકે છે રાહત
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહનના રી-રજિસ્ટ્રેશનમાં ઘણી પરેશાની થાય
દેશના ઘણાં નાગરિકોને ફાયદો થશે
છેલ્લા ઘણાં સમયથી સરકાર તરફથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી. સરકારે તેને સરળ બનાવવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે અંતર્ગત આવા વાહનોને ખાસ સીરિઝના નંબર જારી કરવામાં આવશે.
IN Seriesના નંબર અલોટ થશે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ખાનગી વાહનોને એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થાનાંતરિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. બુધવારે જારી કરાયેલા ડ્રાફ્ટ મુજબ, ખાનગી વાહનોને એક રાજ્યથી બીજા રાજ્યમાં શિફ્ટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આવા વાહનોને IN Seriesના નંબર અલોટ કરવામાં આવશે. સરકારે આ પગલું લોકોની સુવિધા અને ટેક્નિકલ સમસ્યાને પહોંચી વળવા લીધું છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર મંત્રાલયે 30 દિવસની અંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા છે.
આ રીતે ટેક્સ આપવો પડશે
મંત્રાલયે જારી કરેલી યાદી મુજબ સરકારના આ પગલાથી દેશના ઘણાં નાગરિકોને ફાયદો થશે. જાહેરનામા મુજબ સરકારે આવા વાહનો માટે ખાસ જોગવાઈ કરી છે કે તેઓને ખાસ શ્રેણીના નંબર ફાળવવામાં આવશે. હાલમાં તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આવા વાહનો સાથે સરકાર બે વર્ષ માટે અથવા બે વર્ષના મલ્ટીપ્લીકેશનમાં મોટર વાહન ટેક્સ લેશે. આ સમગ્ર પ્રક્રિયાનો ફાયદો એ થશે કે લોકોને બંને રાજ્યોના આરટીઓના ધક્કા ખાવા પડશે નહીં, કારણ કે આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થશે. બીજી બાજુ, જે લોકોને ટ્રાન્સફરેબલ નોકરી છે તેને તેનો મોટો ફાયદો થશે.
આ લોકોને મળશે ફાયદો
સરકારના આ પગલાંથી સંરક્ષણ ક્ષેત્ર, જાહેર ક્ષેત્રના એકમો, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાય પાંચથી વધુ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કચેરીઓ ધરાવતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ફાયદો થશે. હાલમાં નિયમ એ છે કે વાહનને એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થાનાંતરિત કરવા માટે વાહનની ફરીથી નોંધણી કરવામાં આવે છે. જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
આ છે હાલની પ્રક્રિયા
હાલમાં મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 47 મુજબ, એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થાનાંતરિત કર્મચારીઓને તેમના વાહનોની ફરીથી નોંધણી કરવી પડે છે. જે અંતર્ગત તેમને 15 વર્ષમાંથી બાકીના વર્ષો માટે માર્ગ ટેક્સ જમા કરાવવાનો રહેશે. સાથે જ, એનઓસી જૂના રાજ્યમાંથી લેવી પડશે અને નવા રાજ્યમાં જમા કરાવવી પડશે. માર્ગ ટેક્સની રકમના દાવા માટે, જે રાજ્યમાં અગાઉ ગાડીની નોંધણી કરવામાં આવી હતી, ત્યાં રાજ્યને અરજી કરવી પડશે, જેના કારણે ઘણાં લોકો ક્લેમ લેતા જ નથી. સરકાર આ માટે લોકોને 12 મહિનાનો સમય આપે છે. સાથે જ સરકારને હવે આશા છે કે નવા ડ્રાફ્ટ નિયમોની સાથે લોકો અન્ય રાજ્યોમાં પણ મુક્તપણે આગળ વધી શકશે.