બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Morne Morkel resigns as bowling coach after Pakistan's World Cup debacl

ક્રિકેટ / ઘેર પહોંચતાં જ પાકિસ્તાની ટીમમાં ભૂકંપ, વર્લ્ડ કપ બેઈજ્જતી બાદ આ દિગ્ગજનું રાજીનામું, બાબર આઝમની પણ ચર્ચા

Hiralal

Last Updated: 04:58 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં કારમી પછડાટ બાદ પાકિસ્તાન ટીમમાં ભાગમભાગ મચી છે. ઈન્ઝમામ ઉલ હક બાદ હવે બોલિંગ કોચ મોર્ની મોર્કેલે રાજીનામું આપ્યું છે.

  • વર્લ્ડ કપમાં કારમી પછડાટ બાદ પાકિસ્તાન ટીમમાં ભાગમભાગ
  • બોલિંગ કોચ મોર્ની મોર્કેલે રાજીનામું આપ્યું 
  • ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હક પણ રાજીનામું આપી ચૂક્યું છે
  • હવે બાબર આઝમના રાજીનામાની ચર્ચા 

વર્લ્ડ કપમાં કારમી પછડાટ ખાઈને ઘરભેગી થયેલી પાકિસ્તાન ટીમને ત્યાં પહોંચતાં જ આંચકો લાગ્યો છે. વર્લ્ડ કપમાં ટીમના ભારે ધબડકા બાદ પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ મોર્ની મોર્કેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં જ ટીમના નવા બોલિંગ કોચની જાહેરાત કરશે.

કોણ છે મોર્ની મર્કેલ 
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોર્કેલને 6 મહિના માટે પાકિસ્તાનની ટીમના બોલિંગ કોચ બનાવાયા હતા. તેમણે આ વર્ષે જૂનમાં આ પદ સંભાળ્યું હતું. તેમના કોચિંગમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા પ્રવાસ પર પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણી રમી હતી.

બાબર આઝમ પણ રાજીનામું આપે તેવી શક્યતા 
થોડા સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હારૂન રાશિદે પદ છોડ્યા બાદ 53 વર્ષીય ઈન્ઝમામ ઉલ હકને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પીસીબીના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા હતા. જોકે તેમને હજુ પદે પર પહોંચ્યાંના 3 મહિના થયા હતા કે તેમણે પણ રાજીનામું આપવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંને રાજીનામા બાદ બાબર આઝમ પણ જલ્દી કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી શકે છે. બાબર પણ તેના બોર્ડના વલણથી ખુશ નથી.

પાકિસ્તાન બે ભાગમાં ઘેર ગઈ 
પાકિસ્તાનની ટીમ બે ભાગમાં ઘેર જવા રવાના થઈ છે. પ્રથમ બેચમાં 12 નવેમ્બરે સવારે 8.55 વાગ્યે 11 ખેલાડીઓ રવાના થયા હતા. બાકીના ખેલાડીઓ તે જ દિવસે રાત્રે 8:20 વાગ્યે રવાના થયા હતા. તમામ ખેલાડીઓએ કોલકાતાથી ફ્લાઇટ પકડી હતી. બધા યુએઈ થઈને ઘરે પહોંચ્યા હતા. ફાસ્ટ બોલર હસન અલી હાલ પૂરતો ભારતમાં જ રહેશે કારણ કે ભારત તેનું સાસરું છે. તે 22 નવેમ્બરે ઘેર જવા રવાના થશે. પાકિસ્તાનના કોચ મિકી આર્થર 13થી 16 નવેમ્બર દરમિયાન યુએઈમાં રોકાશે. ત્યારબાદ 16 નવેમ્બરે લાહોર જવા રવાના થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ