બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / moon should not be seen today because ganeshji had cursed him

ગણેશ ચતુર્થી / આજે ભૂલથી પણ ચંદ્ર ન જોતાં: કલંક લાગી જાય તો આવું કામ કરવાની છે માન્યતા

Khevna

Last Updated: 09:23 AM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગણેશ ચતુર્થીનાં દિવસે ચંદ્રનાં દર્શનને અશુભ માનવામાં આવે છે કેમકે ગણપતિજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો.

  • આજે છે ગણેશ ચતુર્થી 
  • આજના દિવસે ચંદ્રનાં દર્શન ન કરવા જોઈએ 
  • ગણપતિજીએ ચંદ્રને આપ્યો હતો શ્રાપ 

આજે છે ગણેશ ચતુર્થી 

પુરાણો અનુસાર, એકવાર ભાદ્રપદ્ર શુક્લ પક્ષમાં ચતુર્થીના દિવસે તારામંડળણા સ્વામી ચંદ્રએ ગણેશજીના મોટા પેટ પર વ્યંગ્ય કરતાં હાસ્ય કર્યું હતું. માન્યતા ચે કે આના પર ક્રોધિત થઈને ગણપતિજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે તેઓ ક્યારેય પણ પૂર્ણ રૂપમાં નહીં જોવા મળે અને જાણતા અજાણતા ભાદ્રપદ્ર મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીની રાત્રે જે કોઈપણ તેમને જોશે, તેમના પર લાંછન લાગી જશે. આજે ઘણા લોકો આ દિવસે ચંદ્રના દર્શન નથી કરતા. આ વર્ષે આ તિથિ 31 ઓગસ્ટણા રોજ છે, પરંતુ ચતુર્થીમાં ચંદ્રોદય 30 ઓગસ્ટનાં રોજ થયો હતો, એટલા માટે આ બંને દિવસ ચંદ્રનાં દર્શનથી બચવું જોઈએ. 

ગણપતિજીએ ચંદ્રને આપ્યો હતો શ્રાપ 

કહેવાય છે કે ભાદ્રપદ્ર મહિનાના શુક્લ પક્ષમાં ચંદ્રનાં દર્શન કરનારા લોકો પર ચોરીનો કલંક લાગે છે. જેના પર ચોરીનો કલંક લાગી જાય છે, તે કોઈને પણ મોં બટાવવાને લાયક રહેતાં નથી. ભગવાન શ્રી કૃષ્ણ પણ આનાથી પ્રભાવિત થયા હતા. આનું તાત્પર્ય એ છે કે ચતુર્થીનાં ચંદ્રનાં દર્શનથી તમારી છાપ અને પ્રતિષ્ઠા ઓછી થાય છે. જ્યોતિષ અનુસાર, જો ચંદ્ર અને બુધની યુતિ હોય, તો વ્યક્તિ પર કલંક લાગે છે. બુધ બુદ્ધિ હોય છે અને બુદ્ધિ ગણેશનું પ્રતિનિધિત્વ કરે છે. 

ચંદ્ર જોયા બાદ પાડોશીને ત્યાં ફેંકવાની છે પ્રથા 
આ ચોથ પત્થર ચોથ તરીકે પણ ઓળખાય છે. આ ચોથનું નામ એટલા માટે પડ્યું કેમકે જો કોઈ દગાથી ચંદ્રનાં દર્શન કરી લે, તો એવી માન્યતા છે કે પાડોશીને ત્યાં પત્થર ફેંકવાથી તેઓ અપશબ્દ કહે છે અને તમારા માન પ્રતિષ્ઠાની હાનિ થવાથી દોષ કપાઈ જાય છે. પત્થર ફેંકવાની પ્રથાને કારણે જ આ ચોથને પત્થ ચોથ પણ કહેવાય છે. અહીં વાત માત્ર સ્વતઃ જ સ્વયંનું અપમાન કરાવવાના ઉપાયનાં રૂપમાં લેવામાં આવે છે. પરંતુ પાડોશીને ત્યાં પત્થર ફેંકવું યોગ્ય તો નથી. એટલા માટે આ ઉપાય કરવા કરતાં સારું છે કે શ્યામ વર્ણ શ્રી કૃષ્ણની ઉપાસના કરો. 

​​​​​​​

આ ઉપરાંત આજના દિવસે જો કોઇ બોસ કે વડીલ ગુસ્સે થાય છે, તો તેમણે સામે જવાબ ન આપવો જોઈએ. ગણેશ ચતુર્થી પર ગણપતિની ઉપાસના સર્વોપરી છે પરંતુ ચતુર્થીનું મુહૂર્ત કોઈ વિશેષ સ્થાન નથી કેમકે તિથિઓમાં આ રિક્ત તિથિ માનવામાં આવે છે. ટેલે કે ખાલી તિથિ. આ તિથિને બધી તિથિઓની માં પણ કહેવાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ કોઈ શુભ મુહૂર્ત નથી, આ તિથીમાં કોઈપણ નવું કામ શરૂ ન કરવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ