બ્રેકિંગ ન્યુઝ
મળતી માહિતી મુજબ, આ ઘટના લાલસોટ કોટા મેગા હાઇવે પરના સુરવાલ પોલીસ સ્ટેશન નજીક બની છે. ભૂતપૂર્વ 57 વર્ષીય ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભોર આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન ગાડી કંટ્રોલ બહાર જતી રહી હતી અને મોહમ્મદની ગાડી ચાર રસ્તાના એક ઢાબામાં ઘુસી ગઈ હતી. અહીં કામ કરતો એક યુવક ઘાયલ થયો હતો.
ADVERTISEMENT
Former Cricketer Mohammad Azharuddin's car met with an accident in Soorwal, Rajasthan earlier today.
— ANI (@ANI) December 30, 2020
He is unhurt, as per his personal assistant. pic.twitter.com/3hpKRNMMYm
ADVERTISEMENT
DSP ઘટના સ્થળે દોડી ગયા
અકસ્માત પછી લોકો ટોળે વળ્યાં હતા, પરંતુ જ્યારે બધાને ખબર પડી કે અઝહરૂદ્દીન પોતે કારમાં બેઠા હતા, ત્યારે લોકો ચોંકી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અકસ્માત બાદ DSP નારાયણ તિવારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ, મોહમ્મદ અઝહરૂદ્દીન પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી માટે સવાઈ માધોપુરમાં રણથંભોર જઈ રહ્યા હતા.
ADVERTISEMENT
ગયા અઠવાડિયે અઝહર અમદાવાદ આવ્યા હતા
અઝહરૂદ્દીનની સાથે મુસાફરી રહેલા લોકોને સામાન્ય ઇજા થઇ હતી. ત્યાર બાદ એક બીજી ગાડીમાં તેમના પરિવારને હોટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેઓ પરિવાર સાથે હોટલ અમન એ ખાસમાં પહોંચ્યા હતા. નોંધનીય છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અઝહરૂદ્દીન ગયા અઠવાડિયે અમદાવાદ આવ્યા હતા જ્યાં તેમણે BCCIની એન્યુલ જનરલ મિટિંગ (AGM)માં ભાગ લીધો હતો.
ADVERTISEMENT
અમદાવાદની ફ્રેન્ડલી મેચમાં જય શાહની ટીમ વિજયી બની હતી
AGMના આગલા દિવસે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. જય શાહની આગેવાની હેઠળના સેક્રેટરી ઇલેવન તરફથી રમતી વખતે અઝહરુદ્દીને 37 રન બનાવ્યા હતા. આ મેચમાં સેક્રેટરી ઇલેવને સૌરવ ગાંગુલીની પ્રેસિડેન્ટ ઇલેવનને 28 રનથી હરાવી હતી. ભારત માટે, અઝહરે 99 ટેસ્ટમાં 45.03 ની સરેરાશથી 6215 રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 199 રન છે. આ સિવાય 334 વનડેમાં તેમણે 36.92 ની સરેરાશથી 9378 રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 153* છે.
ADVERTISEMENT
અઝહરે ત્રણ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સાંભળી છે
મોહમ્મદ અઝહરુદ્દીને વર્ષ 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અઝહરે ઇંગ્લેન્ડ સામે 31 ડિસેમ્બર 1984 ના રોજ તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેમને તેમની શાનદાર બેટિંગ સ્ટાઈલ માટે કાંડાના જાદુગર કહેવાતા હતા. મોહમ્મદ અઝહરુદ્દીન 1990માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા. અઝહરુદ્દીને 1992, 1996 અને 1999ના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી હતી. મોહમ્મદ અઝરુદ્દીન તેમની કપ્તાની હેઠળ ભારતને 14 ટેસ્ટ અને 90 વનડે મેચ જીતાડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.