બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Moderate rain is forecast in most parts of the state for the next 5 days

હજુ વરસશે / કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત ફરી ભીંજાવા તૈયાર રહે, દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે પવન સાથે મેઘરાજા ત્રાટકશે

Malay

Last Updated: 07:56 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department's rain forecast: ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે.

  • 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડશે વરસાદ
  • સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના
  • માછીમારોને દરિયો ન ખેડવાની આપવામાં આવી સૂચના

રાજ્યભરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે અને તેનું જોર સાવ નહીંવત્ થઈ જવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે. રાજ્યમાં ઠેર-ઠેર સામાન્ય જનજીવન રાબેતા મુજબનું થઈ ગયું છે. ખેડૂત આલમ પણ વરસાદે વિરામ લેતા તેના ખેતીકામમાં ઉત્સાહપૂર્વક જોતરાઈ ગયો છે. જોકે હવે વરસાદના ચોથા રાઉન્ડની આગાહીએ જોર પકડ્યું છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. 

કચ્છમાં ભારે પવન સાથે પડશે વરસાદ
સ્થાનિક હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં છૂટછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ હવામાન વિભાગે કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 

માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી ટળ્યું નથી સંકટ, 24 કલાકમાં 40  તાલુકામાં વરસાદ, જુઓ શું કહે છે હવામાન વિભાગની આગાહી | Rain in 40 talukas  in 24 hours in ...

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના 
હવામાન વિભાગના જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળશે અને ઓગસ્ટના આ પહેલા અઠવાડિયામાં રાજ્યને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી કરી છે. 

May be an image of 2 people and text that says "VTV ગુજરાતી VTVGUJARATI.COM ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી! અંબાલાલ પટેલે કહ્યું, 4 5 અને 6 ઓગસ્ટમાં વડોદરા- ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ- ગાંધીનગર, સુરત-નવસારી વસારી તથા સૌરાષ્ટ્રમાં પણ પડશે વરસાદ. હવામાન વિભાગે કહ્યું- પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી, છટોછવાયો વરસાદ પડશે Garati 1111•"

અંબાલાલ પટેલે કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે. આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

આજે આ વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ
આજે ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, જામનગરમાં વરસાદની આગાહી છે. 

6 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
6 ઓગસ્ટે પાટણ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદામાં વરસાદની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ