બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / mocha cyclone destroyed homes uprooted trees bangladesh myanmar at least three dead

વાવાઝોડુ / મોચાએ તબાહી મચાવી હવે પડ્યું નબળું, હજારો લોકોને ઘર વિહોણા કર્યા, 3ના લીધા જીવ અનેક વૃક્ષો ધરાશાયી

Manisha Jogi

Last Updated: 01:49 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોચા વાવાઝોડાની સૌથી વધુ અસર મ્યાનમારના રખીન પ્રાંતમાં જોવા મળી હતી. અતિભારે વરસાદને કારણે રસ્તાઓએ નદીઓનું રૂપ લીધેલ છે.

  • મોચા વાવાઝોડુ બાંગ્લાદેશ-મ્યાનમાર તટ સાથે ટકરાયું
  • અતિભારે વરસાદને કારણે અનેક ઘર ધરાશાયી
  • ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

બંગાળની ખાડીથી ઉત્પન્ન થયેલ વાવાઝોડુ મોચા રવિવારના રોજ બાંગ્લાદેશ-મ્યાનમાર તટ સાથે ટકરાયું હતું. આ તોફાનને કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં ભયંકર તબાહી મચી ગઈ છે. ભારે પવન અને અતિભારે વરસાદને કારણે અનેક ઘર ધરાશાયી થયા છે. ઉપરાંત મોટી સંખ્યામાં ઝાડ પણ ધરાશાયી થયા છે, તો ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. મોચા વાવાઝોડાની સૌથી વધુ અસર મ્યાનમારના રખીન પ્રાંતમાં જોવા મળી હતી. અતિભારે વરસાદને કારણે રસ્તાઓએ નદીઓનું રૂપ લીધેલ છે. 

હવામાન વિભાગ અનુસાર મોચા વાવાઝોડુ મ્યાનમારમાં નબળુ પડી ગયું છે. રવિવારે રાત્રે અંદાજે બપોરે 2 વાગ્યે વાવાઝોડુ મ્યાનમાર તટ સાથે અને બાંગ્લાદેશમાં કોક્સ બજાર તટ સાથે ટકરાયું હતું. તોફાન આવ્યા પહેલા મ્યાનમારમાં અનેક લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, તો અનેક લોકોએ શાળામાં શરણ લીધી હતી. મ્યાનમારથી સામે આવેલ વિડીયોમાં જોઈ શકાય છે કે, રસ્તાઓ અને ગલીઓ પર પાણીની નદી વહી રહી છે અને ઘર તથા ઝાડ ધરાશાયી થયા છે. 

બાંગ્લાદેશમાં આવેલ મોચા વાવાઝોડુ બે દાયકાનું સૌથી શક્તિશાળી તોફાન હોઈ શકે છે. દક્ષિણ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં પણ NDRFની ટીમ તહેનાત કરવામાં આવી હતી. મ્યાનમારના સિતવે વિસ્તારમાં તોફાનને કારણે વીજળી અને ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ ગયેલ છે. સ્થાનિક મીડિયા અનુસાર મ્યાનમારની સૈન્ય સરકાર લોકોની દવા, ભોજન અને કરિયાણાની વ્યવસ્થા કરી રહી છે. 

પશ્ચિમ બંગાળમાં પણ આપત્તિ વ્યવસ્થાપનના જવાનોને તટીય વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા હતા. બીચ પર જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દિઘા અને માંદરમની વિસ્તારની સાથે સાથે બક્ખાલી અને સુંદરબન વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ