બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / MLA Geniben Thakor's big statement during Congress' Jan Jagran Abhiyan program in Deodar, Banaskantha

રણનીતિ / VIDEO: કોંગ્રેસના મોટા ગજાના આ ધારાસભ્ય પોતાની બેઠક છોડવા તૈયાર, પોતે જ કરેલી જાહેરાતથી રાજકીય ગરમાવો

Vishnu

Last Updated: 11:47 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ વખતે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

  • દિયોદરમાં કોંગ્રેસનું જનજાગરણ અભિયાન
  • કાર્યક્રમમાં બોલ્યાં ગેનીબેન ઠાકોર
  • "કોંગ્રેસને જીતાડવા મારી બેઠક છોડવા તૈયાર"

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઇ છે.બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસને જીતાડવા હું મારી બેઠક છોડવા તૈયાર છું.બીજો યોગ્ય ઉમેદવાર હશે તો હું મારી બેઠક છોડવા તૈયાર છું.આપણે કોંગ્રેસને જ જીતાડવાની છે.આગામી સમયે બુથ પર તલવાર-કટાર લઇ ઉભા રહેવું પડશે.કોંગ્રેસને જીતાડવા ક્યાંક ભગતસિંહ થવું પડશે તો ક્યાંક ઝાંસીની રાણી બનવું પડે તો પણ બનીશું.

શું ગેનીબેનને હારનો ડર છે?
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગત ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ ચોધરીને માત આપી હતી. જે બાદ કોંગ્રેસમાં તેમનું કદ મોટાગજાનું થઈ ગયું છે પણ આજે આપેલા બેઠક છોડવા તૈયારના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તેમજ લોકમુખે એવી વાત ચર્ચાઇ રહી છે કે ગેનીબેનને હારનો ડર છે જેથી આવા નિવેદનો આપી રહ્યા છે. પણ સામે હકીકતએ છે કે ગેનીબેને જો કોઈ સારો ઉમેદવાર મળે તો જ બેઠક છોડવાની તૈયારી બતાવી છે. 

ગેનીબેનની જાહેરાત વખતે કોણ કોણ હતું હાજર?
આગામી વિધાનસભાની 2022 માં યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર ની શરૂઆત કરી દેવામાં આવી છે,  જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા અત્યારે જનજાગરણ અભિયાન શરૂ કરાયું છે જેમાં ભાજપ સરકાર વિકાસના કામો માં નિષ્ફળ નીવડી હોવાના તેમજ મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. બનાસકાંઠાના દિયોદર ખાતે આજે જન જાગરણ અભિયાન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી રઘુ શર્મા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી જીતેન્દ્ર બધેલ, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડિયા સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, આ જનજાગરણ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે અપીલ કરી હતી 

ગઈકાલે સાસરિયાંમાં ઘુંઘટમાં રહીને આપ્યું હતું ભાષણ
વાવના ધારાસભ્ય ગેની બહેન ઠાકોર પોતાના સાસરાના ગામ એવા દિયોદર પંથકના કોતરવાડા ગયા હતા. કોતરવાડા ગામમાં લાયબ્રેરીના ઉદ્ઘાટનના કાર્યક્રમ ઉપસ્થિત રહેલા ગેની બહેને ઘૂંઘટમાં રહીને ભાષણ આપ્યું હતું. સાસરાના ગામના વડીલોની આમન્યા અને સામાજિક પ્રથાને અનુસરીને ગેની બહેને છેવટ સુધી આ જ રીતે ઉદબોધન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ