બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / migraine is associated with stroke and heart attack know its risk factors in gujarati

સાવચેતી જરૂરી / શું તમને પણ છે માઇગ્રેનનો દુખાવો? તો ભૂલથી પણ તેને હળવાશમાં ન લેતા, વધી શકે છે આ ગંભીર બીમારીનું જોખમ

Manisha Jogi

Last Updated: 04:43 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઈગ્રેન ખૂબ જ સામાન્ય ન્યૂરોલોજિકલ સમસ્યા છે. માઈગ્રેન એક એવી સમસ્યા છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બિમારી થઈ શકે છે. આ કારણોસર આ બિમારીનો સમય રહેતા ઈલાજ કરાવવો જોઈએ.

  • માઈગ્રેન ખૂબ જ સામાન્ય ન્યૂરોલોજિકલ સમસ્યા
  • હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બિમારી થઈ શકે છે
  • સામાન્ય માથાના દુખાવા કરતા માઈગ્રેનમાં વધુ દુખાવો થાય છે

માઈગ્રેન ખૂબ જ સામાન્ય ન્યૂરોલોજિકલ સમસ્યા છે. માઈગ્રેનની સમસ્યામાં ખૂબ જ ભારે દુખાવો થાય છે અને હાર્ટબીટ વધી જાય છે, ઉબકા ઉલ્ટી થાય છે. ઉપરાંત અવાજ અને પ્રકાશને કારણે સંવેદનશીલતાનો અનુભવ થાય છે. સામાન્ય માથાના દુખાવા કરતા માઈગ્રેનમાં વધુ દુખાવો થાય છે. આ બાબત પર ખૂબ જ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર હોય છે. કેટલીક પરિસ્થિતિમાં સાઈકોસોમેટિક ડિસઓર્ડરને કારણે પણ થતી સમસ્યા થઈ શકે છે. સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, માઈગ્રેન એક એવી સમસ્યા છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બિમારી થઈ શકે છે. આ કારણોસર આ બિમારીનો સમય રહેતા ઈલાજ કરાવવો જોઈએ. 

માઈગ્રેનને કારણે થતી સમસ્યા

ભારતમાં દર વર્ષે 1.85 લાખથી વધુ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે. સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, માઈગ્રેનથી પીડિત લોકોને સ્ટ્રોકનું વધુ જોખમ હોય છે. માઈગ્રેન અને ઈસ્કેમિક સ્ટ્રોક એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, તે બાબતે સ્ટડીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. આ બંને બિમારી રક્તવાહિકાઓની આપૂર્તિ સાથે સંબંધિત સમસ્યા છે. માઈગ્રેનને કારણે ઈન્ફ્રક્શન, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે. 

હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, માઈગ્રેનથી પીડિત વ્યક્તિઓને હ્રદય સંબંધિત સમસ્યા જેમ કે, હાર્ટ એટેક અથવા હાર્ટની ગતિ સંબંધિત સમસ્યા જેમ કે, એટ્રિયલ ફાઈબ્રિલેશનનું જોખમ બમણુ થઈ જાય છે. આ બિમારીનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ના આવે તો ઈસ્કેમિક સ્ટ્રોક થઈ શકે છે. માઈગ્રેનની સમસ્યા હોય તો ઈલાજ માટે આરોગ્ય નિષ્ણાંતોની સલાહ જરૂર લેવી જોઈએ. 

માઈગ્રેન અને તેનું જોખમ
ક્રોનિક માઈગ્રેનને કારણે જીવન ગુણવત્તા પર નકારાત્મક અસર થઈ શકે છે. માઈગ્રેનની સમસ્યા હોય તો માનસિક આરોગ્ય તથા ઊંઘની સમસ્યાનું જોખમ વધી જાય છે. 

માઈગ્રેન ટ્રિગર થવાથી કેવી રીતે બચી શકાય?

  • માઈગ્રેનની કેટલીક પરિસ્થિતિમાં કાર્ડિયોવસ્ક્યુલર સમસ્યાનું જોખમ રહે છે. માઈગ્રેનને મેનેજ કરવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે, તે માટે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 
  • માથાનો દુખાવો થતો હોય તો તેને ટ્રિગર કરતી સમસ્યા વિશે જાણો અને તેનાથી બચવા માટે ઉપાય કરો. 
  • આરોગ્યપ્રદ આહારનું સેવન કરો અને યોગ્ય સમયે ભોજન કરી જ લેવું
  • કેફીનની માત્રા વધે તો માઈગ્રેનનું જોખમ વધી શકે છે. આ કારણોસર ઓછી ચા-કોફીનું માત્રામાં સેવન કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ