બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Mian Mohammad Mansha is called the 'Mukesh Ambani' of Pakistan.

પાકિસ્તાન / કોણ છે આ શખ્સ? જે કહેવાય છે પાકિસ્તાનના 'મુકેશ અંબાણી', ભારત સાથે છે ખાસ નાતો

Priyakant

Last Updated: 02:54 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mian Mohammad Mansha Latest News: મુકેશ અંબાણીની જેમ જ આ ઉદ્યોગપતિ તેમના પરોપકારી, મોટા બિઝનેસ અને મહેનતુ વલણ માટે જાણીતા,  હાલમાં તે અબજોપતિ શાહિદ ખાન પછી પાકિસ્તાનના બીજા સૌથી અમીર પાકિસ્તાની

  • પાકિસ્તાનના મુકેશ અંબાણી છે મિયાં મોહમ્મદ મંશા
  • મિયાં મોહમ્મદ મંશાનું નામ પાકિસ્તાનના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ
  • મિયાં મોહમ્મદ મંશાનો ભારત સાથે છે ખાસ સંબંધ

Mian Mohammad Mansha : આપણે ત્યાં ભારતના પ્રખ્યાત ધનિકોમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ આવે છે તેમ પાકિસ્તાનમાં પણ એક એવું નામ છે જે અગ્રણી ઉદ્યોગપતિઓમાં આવે છે. મહત્વનું છે કે, ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં ગરીબીમાંથી પસાર થઈ રહ્યો છે. લોકો માટે લોટ, ચોખા, દાળ અને બટાકાના ભાવ આસમાને છે. પરંતુ ગરીબીગ્રસ્ત પાકિસ્તાનમાં પણ કેટલાક લોકો પાસે અઢળક સંપત્તિ છે. પાકિસ્તાનના આવા અમીર લોકોમાં મિયાં મોહમ્મદ મંશાનું નામ સામેલ છે. મિયાં મોહમ્મદ મંશાને પાકિસ્તાનના મુકેશ અંબાણી પણ કહેવામાં આવે છે. જોકે સંપત્તિના મામલામાં મિયાં મોહમ્મદ મંશાએ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટા જેવા દિગ્ગજોની સામે ક્યાંય નથી. પરંતુ મિયાં મોહમ્મદ મંશાનું નામ પાકિસ્તાનના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ છે.

મિયાં મોહમ્મદ મંશાનો ભારત સાથે ખાસ સંબંધ
પાકિસ્તાનના મિયાં મોહમ્મદ મંશાનું ભારત સાથે વિશેષ જોડાણ છે. વાસ્તવમાં મિયાં મોહમ્મદ મંશાનો જન્મ ભારતમાં વર્ષ 1941માં થયો હતો. 1947ના ભાગલા દરમિયાન તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. આ પહેલા તે ભારતમાં જ રહેતા હતા. મુકેશ અંબાણીની જેમ જ મિયાં મોહમ્મદ મંશા તેમના પરોપકારી, મોટા બિઝનેસ અને મહેનતુ વલણ માટે જાણીતા છે.  હાલમાં તે અબજોપતિ શાહિદ ખાન પછી પાકિસ્તાનના બીજા સૌથી અમીર પાકિસ્તાની છે.

Facebook Photo

તાજેતરમાં જ આપ્યું હતું 69 લાખનું દાન 
પાકિસ્તાનના મિયાં મોહમ્મદ મંશા પણ ખૂબ જ સરસ વ્યક્તિ છે. તેમણે તાજેતરમાં પૂર રાહત ફંડમાં 69 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તે ઘણી સંસ્થાઓમાં પણ કામ કરે છે, તેને પાકિસ્તાનનું સન્માન મળ્યું છે. મિયાં મોહમ્મદ મંશાને કારનો ખૂબ શોખ છે, તેની પાસે મર્સિડીઝ, જગુઆર, પોર્શે, BMW અને રેન્જ રોવર જેવી ઘણી કાર છે.

વધુ વાંચો: પાકિસ્તાનને કેમ થઈ રહી છે મથુરા અને કાશીની મસ્જિદની ચિંતા? રામ મંદિર મુદ્દે UNને લખ્યો પત્ર

કેટલી છે મિયાં મોહમ્મદ મંશાની નેટવર્થ ? 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિયાં મોહમ્મદ મંશાનીની વર્તમાન નેટવર્થ લગભગ $5 બિલિયન છે. ભારતના અબજોપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, રતન ટાટા અને અન્યની નેટવર્થની નજીક આ ક્યાંય નથી. તેમણે નિશાત ટેક્સટાઈલ મિલ્સ શરૂ કરી. તે તેમના પિતાના મૃત્યુ પછી મનશાને વારસામાં મળી હતી. હાલમાં નિશાત ગ્રુપ પાકિસ્તાનમાં સુતરાઉ કાપડનો સૌથી મોટો નિકાસકાર છે અને પાકિસ્તાનમાં સૌથી મોટો ખાનગી નોકરીદાતા છે. કોટન બિઝનેસ ઉપરાંત, અબજોપતિની કંપની પાવર પ્રોજેક્ટ્સ, સિમેન્ટ, વીમા બિઝનેસ, બેન્કો અને અન્ય સાથે પણ સંકળાયેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ