બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / વિશ્વ / consecration of the Ram temple in Ayodhya Pakistan requested UN to ensure security of Islamic sites in India

'બાબરી બાદ હવે જ્ઞાનવાપી...' / પાકિસ્તાનને કેમ થઈ રહી છે મથુરા અને કાશીની મસ્જિદની ચિંતા? રામ મંદિર મુદ્દે UNને લખ્યો પત્ર

Pravin Joshi

Last Updated: 02:31 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને UN ને પત્ર લખીને ભારતમાં ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. પાકિસ્તાને કહ્યું છે કે મામલો બાબરી મસ્જિદથી આગળ વધી ગયો છે. ભારતની વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ સહિત અન્ય મસ્જિદોનું અસ્તિત્વ પણ જોખમમાં હોવાનું જણાય છે.

  • અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ પાકિસ્તાન નારાજ
  • પાકિસ્તાને UN ને પત્ર લખીને કરી ખાસ વિનંતી
  • ભારતમાં ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી 

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદથી પાકિસ્તાન ભારત પર નારાજ છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર (UN) ને ભારતમાં ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે બુધવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક બેઠક દરમિયાન આ માંગણી કરી હતી. આ બેઠક OICના સભ્ય દેશો વચ્ચે હતી. આ પહેલા અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને તેની કડક નિંદા કરી હતી. નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે ઉશ્કેરાયેલા ટોળાએ 6 ડિસેમ્બર 1992ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી. ભારતની સૌથી મોટી અદાલતે આ ઘટના માટે જવાબદારોને નિર્દોષ જાહેર કર્યા એ નિંદનીય છે. હકીકતમાં એ જ જગ્યાએ રામ મંદિરના નિર્માણ માટે પણ મંજૂરી આપવામાં આવી હતી.

પાકિસ્તાને યુએન પાસે આ માંગણી કરી હતી

એક પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર મુનીર અકરમે સંયુક્ત રાષ્ટ્ર એલાયન્સ ઓફ સિવિલાઈઝેશનના ઉચ્ચ અધિકારી મિગુએલ એન્જલ મોરાટિનોસને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન ભારતની અયોધ્યામાં તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિરના નિર્માણ અને પવિત્રીકરણની સખત નિંદા કરે છે. આ વલણ ભારતીય મુસ્લિમોના સામાજિક, આર્થિક અને રાજકીય કલ્યાણ તેમજ પ્રદેશમાં સૌહાર્દ અને શાંતિ માટે ગંભીર ખતરો છે. યુએનમાં પાકિસ્તાનના રાજદૂતે પોતાના પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતમાં ઇસ્લામ સંબંધિત હેરિટેજ સાઇટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂર છે.

પાકિસ્તાનમાં મોંઘવારીનો હાહાકાર! કેળા 250 રૂપિયે ડઝન, લીંબુનાં ભાવ જોઈ  ખુલ્લી રહી જશે આંખો I Pakistan Inflation: The price of fruits and  vegetables reached the heights

તાત્કાલિક હસ્તક્ષેપની માંગ 

યુએનને લખેલા પત્રમાં મુનીર અકરમે વધુમાં લખ્યું છે કે ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવા માટે હું આ પત્ર લખી રહ્યો છું. યુનાઈટેડ નેશન્સે ઈસ્લામ સાથે જોડાયેલા હેરિટેજ સ્થળોનું રક્ષણ કરવા અને ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતીઓના અધિકારોને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ.

ભારત કે ઈન્ડિયા? દેશના નામ પર વિવાદ વચ્ચે UNનું મોટું નિવેદન, તુર્કીયેનું  ઉદાહરણ આપીને જુઓ શું કહ્યું | Bharat vs india row united nations give  example of turkiye and ...

વધુ વાંચો : ASIના રિપોર્ટ બાદ હિન્દુ પક્ષના વકીલે કહ્યું - "કોઈ સમાધાન નહીં, એકમાત્ર ઉપાય એ છે કે મુસ્લિમ પક્ષે જગ્યા ખાલી કરી દે"

જ્ઞાનવાપી અને શાહી ઇદગાહ મસ્જિદ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે આગળ લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક ભારતમાં મસ્જિદોને નષ્ટ કરવાના પ્રયાસો અને ધાર્મિક ભેદભાવ દર્શાવે છે. મામલો બાબરી મસ્જિદથી આગળ વધી ગયો છે. ભારતની અન્ય મસ્જિદો પણ આવા જ જોખમોનો સામનો કરી રહી છે. મુનીર અકરમે વધુમાં કહ્યું કે, "દુઃખની વાત છે કે, આ કોઈ અલગ ઘટના નથી. કારણ કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ સહિત અન્ય મસ્જિદોને પણ અપવિત્ર અને વિનાશના જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ