બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Meteorological department predicts scorching heat in the state, yellow alert with heat wave in Saurashtra-Kutch

Heat Wave / આકરી આગાહી - રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની સાથે યલો એલર્ટ

Vishal Dave

Last Updated: 09:04 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના  કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

રાજ્યવાસીઓએ હજુ આકરી ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. તો બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના  કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્યમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

 

આ પણ વાંચોઃ RTE હેઠળ ફોર્મ ભરવાની મુદ્દતમાં કરાયો વધારો, હવેથી આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે

રાજ્યના 10 શહેરમાં 39 ડિગ્રી પારો નોંધાયો હતો.  તો ભુજ. રાજકોટ અને સુરેન્દ્રનગર માં 41 ડિગ્રી ઉપર પારો પહોંચ્યો છે. તેમજ અમદાવાદ અને  ગાંધીનગરમાં સિઝનનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ ગરમી યથાવત રહેશે.

હીટવેવમાં આટલી બાબતોનું રાખજો ધ્યાન

  • હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ
  • બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન
  • પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન
  • તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ