બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / message of non delivery of milk went viral people attacked the dairy

ગુજરાત / દૂધ નહીં મળવાનો મેસેજ વાયરલ થતાં ડેરી પર લોકોની પડાપડી, માલધારી સમાજને કનીરામ બાપૂએ જુઓ શું કરી અપીલ

Kishor

Last Updated: 11:14 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે, જે અંગેનો મેસેજ વાયરલ થતાં અમદાવાદ શહેરમાં દૂધની ડેરીઓ બહાર લોકોએ લઈનો લગાવી હતી.

  • કોઈપણ જગ્યાએ આંદોલન દરમિયાન દૂધના ટેન્કરો રોકવા નહી : પૂજય કની રામ બાપુ
  • અમદાવાદ શહેરમાં દૂધની ડેરીઓ બહાર લોકોના ધામા
  • બોડકદેવ નજીક અમુલ ડેરી પાસે ગ્રાહકોની લાંબી કતારો

માલધારી સમાજ દ્વારા પોતાની વિવિધ માંગોને લઇને લડત આપવામાં આવી રહી છે. ત્યારે પોતાની માંગને પ્રબળ કરવા અને સરકાર સુધી અવાજ પહોંચાડવા આવતીકાલે રાજ્યના અનેક પ્રાંતોમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે. જેને લઇને અમદાવાદ શહેરમાં દૂધની ડેરીઓ બહાર લોકોએ ધામા નાખ્યા છે. બોડકદેવ નજીક અમુલ ડેરી પાસે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. આવતીકાલે દૂધ નહી મળે તેવી ભીતિને લઇને લોકોએ રીતસરની પડાપડી કરી હતી. સોશિયલ મીડિયામાં માલધારી સમાજના મેસેજ વાયરલ થતા દૂધ માટે પડાપડી શરૂ થઇ છે. ઉપરાંત સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહીતના અનેક સ્થળોએ આ સ્થિતિ જોવા મળી હતી.

 


પૂજય કની રામ બાપુએ માલધારીઓને કરી અપીલ 
બીજી તરફ માલધારી સમાજના એક દિવસ દૂધ નહી વેચવા મામલે દુધરેજ વડવાળા મંદિરના ગાદીપતિ, માલધારી સમાજના ગુરૂ ગાદીના પૂજય કની રામ બાપુએ માલધારીઓને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોઈપણ જગ્યાએ આંદોલન દરમિયાન દૂધના ટેન્કરો રોકવા નહી. વધુમાં અમૂલ દૂધની વિતરણ વ્યવસ્થાને પણ અટકાવવી નહી. એટલું જ નહિ ડેરી તેમજ કોઈના દૂધ ટેંકરોને રોકીને પણ ધમાલ ન કરવા જણાવાયું છે.   તેમણે જણાવ્યું કે આપણે તો આપણી ગાયો-ભેંસોનું દૂધ નથી વેચવાનું. ડેરી આથી દ્વારકાવાળાને માનતા હોય તો મહેરબાની કરીને ધમાલ ન કરતા તેમ અંતમાં ગુરુએ જણાવ્યું હતું.
 
શું છે માલધારી  સમાજની માંગ? 
માલધારીઓની મુખ્ય માંગોમાં ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબૂદ કરવો, ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો,  માલધારી - ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો, ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા, નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત સહીતની માંગણીઑ કરાઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ