વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેમાં યુઝર્સ WhatsApp પર મોકલેલા મેસેજને એડિટ કરી શકશે.
WhatsApp એપ એ એડિટ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે
આ ફીચર હવે ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે
ટેક્સ્ટ મોકલ્યા પછી 15 મિનિટ સુધી કરી શકાશે એડિટ
WhatsApp તેના કરોડો યુઝર્સને બેસ્ટ ચેટિંગ એક્સપિરિયન્સ આપવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે અને આ સાથે જ આ ઇન્સ્ટન્ટ ચેટિંગ પ્લેટફોર્મ તેના યુઝર્સની સેફટી અને સિક્યોરીટી પર પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. એમ જ વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેમાં યુઝર્સ WhatsApp પર મોકલેલા મેસેજને એડિટ કરી શકશે.
જણાવી દઈએ કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ એડિટ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે. ગયા અઠવાડિયે શરૂઆતમાં WhatsApp કથિત રીતે Android અને iOS એપ્સના બીટા વર્ઝન તેમજ વેબ ઈન્ટરફેસ પર ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. જો કે આ સુવિધા હવે ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ થઈ ગઈ છે.
આ ફીચર મુજબ WhatsApp તમને પહેલાથી જ મોકલેલા મેસેજને ડિલીટ કરવા દે છે. નવા ફીચરની મદદથી મોકલેલા મેસેજને એડિટ કરવાની સુવિધાથી આખા મેસેજને ફરીથી લખવામાં ખર્ચવામાં આવતા સમયની બચત થશે.
જણાવી દઈએ કે એક ફેસબુક પોસ્ટમાં માર્ક ઝુકરબર્ગે વોટ્સએપ પર એક નવા ફીચરની જાહેરાત કરી છે જે યુઝર્સ માટે સંપૂર્ણ ટેક્સ્ટ ડિલીટ કર્યા વિના તેમની ભૂલોને સુધારવાનું સરળ બનાવે છે. આ સાથે જ નોંધનીય છે કે હાલ ટેક્સ્ટ મોકલ્યા પછી 15 મિનિટ સુધી યુઝર્સ તેનો મેસેજ એડિટ કરી શકે છે.
એન્ડ્રોઇડ અને iOS એપ્સ પર લેટેસ્ટ અપડેટમાં આ ફીચર ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ WhatsAppના વેબ ઈન્ટરફેસ પર પણ થઈ શકે છે. કોઈપણ મોકલેલ ટેક્સ્ટને સંપાદિત કરવા માટે, વપરાશકર્તાએ સંદેશને લાંબા સમય સુધી દબાવવાની જરૂર પડશે. ત્યારપછી મેનુમાંથી મેસેજમાં ફેરફાર કરવા માટે 'એડિટ' વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આ સાથે જ એક મહત્વની વાત એ પણ છે કે તેમારા એડિટ કરેલઆ મેસેજને સામેવાળ વ્યક્તિને 'એડિટેડ' ટેગ સાથે બતાવવામાં આવશે.